AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: INDvSL: પહેલી ટી20 મેચ માટે રોહિત શર્માની સેના લખનૌ પહોંચી, 24 ફેબ્રુઆરીએ રમાશે શ્રેણીની પહેલી મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ લખનૌમાં રમાશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ ધર્મશાળામાં રમાશે.

VIDEO: INDvSL: પહેલી ટી20 મેચ માટે રોહિત શર્માની સેના લખનૌ પહોંચી, 24 ફેબ્રુઆરીએ રમાશે શ્રેણીની પહેલી મેચ
Team India (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:30 PM
Share

ભારત (Team India) અને શ્રીલંકા (Sri Lanka Cricket) વચ્ચે ટી20 સીરિઝની શરૂઆત લખનઉથી થઇ રહી છે. આ સીરિઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે. આ ટી20 સીરિઝમાં કુલ ત્રણ મેચ રમાશે. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં સીરિઝની પહેલી મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ લખનૌ (Lucknow) પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. તો આ ટી20 સીરિઝ માટે શ્રીલંકા ટીમની પણ જાહેરાત થઇ ગઇ છે. તો વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ દરમ્યાન આરામ અપાયેલ ભારતીય અને શ્રીલંકા ટી20 સીરિઝ માટે ઉપ સુકાની એવા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ગત સપ્તાહે જ લખનૌ પહોંચી ગયો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર સીરિઝની તમામ વિગતો જાણવા માટે તમે અહિં Tv9Gujarati.com પર ક્લીક કરીને જાણી શકો છો.

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ સીરિઝની તમામ બંને મેચ ધર્મશાળામાં રમાશે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના સુપડા સાફ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો આત્મવિશ્વાસ મજબુત છે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝમાં 1-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે સીરિઝની અંતિમ મેચમાં શ્રીલંકાએ 5 વિકેટે શાનદાર જીત મેલવી હતી.

ભારત સામે ટી20 સીરિઝ માટે શ્રીલંકાની ટીમ

દાસુન શનાક (સુકાની), પથુમ નિસંકા, કુસલ મેંડિસ, ચરિત અસલંકા (ઉપ સુકાની), દિનેશ ચાંડીમલ, દનુષ્કા ગુણાથિલકા, કામિલ મિશારા, જેનિથ લિયાનાગે, વનિંદુ હસારંગા, ચમિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાંડો, શિરન ફર્નાંડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ (મિનિસ્ટર અપ્રુવલના ભાગ રૂપે)

શ્રીલંકા સામેની ભારતની ટી20 ટીમ આ પ્રકારે છે

રોહિત શર્મા (સુકાની), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : INDvSL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકા ટીમની થઈ જાહેરાત, ત્રણ ખેલાડીઓ થયા બહાર

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">