Paris Olympics 2024 : અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ માટે દાવ લગાવશે, LIVE મેચ અહીં જુઓ
21 વર્ષીય અમન સેહરાવત પેરિસ 2024 ઓલિમ્પિકમાં પુરુષોની સ્પર્ધામાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે. 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે તેનો મુકાબલો પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝ સામે થશે. ચાલો જાણીએ કે આ મેચ કયા સમયે થશે અને અમે તેને કેવી રીતે લાઈવ જોઈ શકીએ.
ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત શુક્રવારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ માટે લડશે. કુસ્તીમાં પુરુષોની 57 કિગ્રા ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં તેનો મુકાબલો પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝ સામે છે. કુસ્તીની ગેમ 9:45 વાગ્યે શરૂ થશે જેમાં અમન સેહરાવતનો મુકાબલો સાતમાં ક્રમે છે એટલે કે ભારતીય રેસલરનો મુકાબલો 10:45 ની આસપર શરૂ થશે. ભારતમાં તમે તેને લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ દ્વારા જોઈ શકો છો. સેહરાવતે ગુરુવારે ફાઈનલમાં રમાયેલી મેચમાં ટોચના ક્રમાંકિત જાપાની કુસ્તીબાજ રેઈ હિગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત માટે પાંચમો બ્રોન્ઝ જીતવાની તક
હિગુચી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને રિયો 2016 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા છે. તેણે સેહરાવતને 10-0થી હરાવીને મેચ જીતી લીધી હતી. આ મેચ હાર્યા બાદ સેહરાવત ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો. સેહરાવત આ ઓલિમ્પિકમાં ભારત માટે પાંચમો બ્રોન્ઝ મેડલ જીતવાના ઈરાદા સાથે આજે રાત્રે મેટ પર ઉતરશે. ચાલો જાણીએ કે આ મેચ કયા ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ બતાવવામાં આવશે.
આ ચેનલો પર લાઈવ જોવા મળશે મેચ
અમન સેહરાવતની લાઈવ મેચ ઘણી ચેનલો પર બતાવવામાં આવશે. મેચ રાત્રે 9:45 વાગ્યે શરૂ થશે, જેને તમે સ્પોર્ટ્સ 18 1 HD/SD, સ્પોર્ટ્સ 18 2 HD/SD, VH1, MTV, કલર્સ નેટવર્ક્સ અને સ્પોર્ટ્સ 18 3 HD/SD પર જોઈ શકો છો. આમાંથી કોઈપણ ચેનલ પર જઈને તમને બ્રોન્ઝ મેડલ માટેની મેચ જોવા મળશે.
Indian athletes go all out at the Olympics on day 1️⃣4️⃣!
Catch the Olympics LIVE on #Sports18 & stream for FREE on #JioCinema #OlympicsonJioCinema #OlympicsonSports18 #Olympics #Cheer4Bharat pic.twitter.com/1ocp63E3uf
— JioCinema (@JioCinema) August 9, 2024
અમન સેહરાવતની મેચનું લાઈવ સ્ટ્રીમ
તમે મોબાઈલ પર પણ બ્રોન્ઝ મેડલ માટેની મેચ ઓનલાઈન જોઈ શકો છો. ઓલિમ્પિક મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ રિલાયન્સના OTT પ્લેટફોર્મ Jio Cinema એપ પર ચાલશે. તમે Jio સિનેમા એપ ડાઉનલોડ કરી અમન સેહરાવતની મેચ લાઈવ જોઈ શકોશો.
ટોક્યોમાં રવિ દહિયાએ સિલ્વર જીત્યો હતો
ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો 2020માં આ જ ઈવેન્ટમાં 57 કિગ્રા કુસ્તીની ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો જેમાં સેહરાવત પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, અમને પેરિસ ઓલિમ્પિક 2024માં ટ્રાયલ્સમાં દહિયાને જ હરાવીને પુરુષોની 57 કિગ્રા વર્ગની ટિકિટ મેળવી છે.
આ પણ વાંચો: Paris Olympics 2024 : વિનેશ ફોગાટ હજુ પણ સિલ્વર મેડલની રેસમાં ! CASનો અંતિમ નિર્ણય ક્યારે આપશે તે જાણો