Paris 2024 : ધોની-વિરાટનું નામ લઈ નીરજ ચોપરાએ ક્રિકેટ-જેવલીન પર કંઈક એવું કહ્યું, જેના થઈ રહ્યા છે ખૂબ વખાણ
પેરિસ ઓલિમ્પિક 2024 એક અઠવાડિયામાં શરૂ થશે. ઘણા ખેલાડીઓ પેરિસ પહોંચી ગયા છે અને મેડલ જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટોક્યો ઓલિમ્પિકનો હીરો અને ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા વધુ એક કારનામું કરવાની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન તેણે ક્રિકેટ અને એથ્લેટિક્સની સરખામણી પર દિલ જીતી લેનારી વાત કહી છે.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. ત્યારથી નીરજ ચોપરા દેશનો હીરો બની ગયો હતો. સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવનાર નીરજને ઘણો પ્રેમ મળ્યો. જોકે, ઘણા ખેલાડીઓની ફરિયાદ છે કે ફેન્સ તેમને ક્રિકેટરો કરતાં ઓછું માન આપે છે. ક્રિકેટરને જરૂર કરતાં વધુ પ્રેમ મળે છે. અન્ય રમતો પ્રત્યેની કડવાશને કારણે ચાહકો પણ તેને ટ્રોલ કરે છે. જો કે, નીરજ ચોપરા એવું માનતો નથી અને તેણે વિરાટ કોહલી અને એમએસ ધોનીનું નામ લઈને ક્રિકેટ અને જેવલીન થ્રો વચ્ચેનો તફાવત સારી રીતે સમજાવ્યો હતો. તેના આ નિવેદનને કારણે ચારેબાજુથી તેમની પ્રશંસા થઈ રહી છે.
ક્રિકેટ અને જેવલીન પર નીરજે શું કહ્યું?
નીરજ ચોપરાએ ઓલિમ્પિકની તૈયારીઓને લઈને સ્પોર્ટસ્ટારને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન, તેને પૂછવામાં આવ્યું કે તે ક્યારેય ક્રિકેટ અને તે રમતના ખેલાડીઓ વિશે નકારાત્મક કંઈ બોલતો નથી, જ્યારે તેને ચાહકોનો વધુ પ્રેમ મળે છે. તેના પર નીરજે જવાબ આપ્યો કે ક્રિકેટ અને જેવલીન એક જ રમત નથી. ક્રિકેટની જેમ જેવલીન શેરીમાં રમી શકાતી નથી.
️ “Gali gali mein log cricket khelte hain. Javelin thodi aap gali mein phenk doge!”@Neeraj_chopra1 on sports competing with cricket for popularity
https://t.co/LteZRIgGes | ️ @jon_selvaraj pic.twitter.com/emxfoJC2ZU
— Sportstar (@sportstarweb) July 19, 2024
કોહલી-ધોનીએ લઈ કહી મોટી વાત
લોકોમાં રસ વધારવા માટે, તેમણે ક્રિકેટની જેમ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવાની સલાહ આપી. નીરજે વધુમાં કહ્યું કે વિરાટ કોહલી અને એમએસ ધોનીને દેશમાં ઘણો પ્રેમ મળે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની સફળતાને બરતરફ કરી દેવી જોઈએ. એ પ્રકારનો પ્રેમ મેળવવા માટે એથ્લેટિક્સના ખેલાડીઓએ નવી લાઈન દોરવી પડશે.
Saina Nehwal Stoodup and Spoken Some Harsh Facts pic.twitter.com/gaF9fSROXc
— Gems of Shorts (@Warlock_Shabby) July 11, 2024
સાઈના નેહવાલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે તાજેતરમાં જ લોકોના ક્રિકેટ પ્રત્યેના પ્રેમ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાઈનાના આ નિવેદને સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું. સાઈનાના આ નિવેદન માટે ઘણા ચાહકો તેને ટ્રોલ કરવા લાગ્યા. સાઈનાએ કહ્યું હતું કે બેડમિન્ટન, ટેનિસ અને બાસ્કેટબોલ રમવું ક્રિકેટ કરતાં વધુ મુશ્કેલ છે. આમ છતાં ક્રિકેટને વધુ પ્રેમ મળે છે તે જોઈને તેને ખરાબ લાગે છે. આ મુદ્દે કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી અંગક્રિશ રઘુવંશીએ પણ સાઈનાએ ટ્રોલ કર્યો હતો. બાદમાં તેણે માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરના આવતાની સાથે જ ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ઓલરાઉન્ડરની ODI કરિયર ખતમ?