Neeraj Chopra: નિરજ ચોપરાએ એક્સરસાઇઝનો વિડીયો કર્યો શેર કર્યો, જ્વેલિન થ્રોઅરને એક્શનમાં જોઇ ફેન્સ થયા ફિદા, Video

નિરજ ચોપરા (Neeraj Chopra) એ આ પહેલા પોતાની જાતને ખૂબ માણી હતી. મુક્તપણે ખાણી-પીણીના શોખ કરી 12 કિલો વજન વધાર્યુ હતુ, હવે વહાવી રહ્યો છે ભરપૂર પરસેવો, જુઓ

Neeraj Chopra: નિરજ ચોપરાએ એક્સરસાઇઝનો વિડીયો કર્યો શેર કર્યો, જ્વેલિન થ્રોઅરને એક્શનમાં જોઇ ફેન્સ થયા ફિદા, Video
Niraj Chopraછ: હાલમાં તે અમેરિકા છે, જ્યાં ટ્રેનિંગમાં વ્યસ્ત છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:37 PM

નિરજ ચોપરા (Neeraj Chopra) સતત ચર્ચાઓમાં છવાયેલો રહે છે. તેની દરેક બાબતોને જાણવાની સૌ કોઇને રાહ રહેતી હોય છે. તે જ્યાં પણ જતો હોય છે, તેને જોવા અને તેના માર્ગદર્શનને મેળવવા માટે ભીડ ઉમટતી હોય છે. યુવાનો જ નહી પરંતુ બાળકો પણ તેના મોટી સંખ્યામાં ફેન્સ બની ચુક્યા છે. આ દરમિયાન હવે તેણે એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ ભારતને જીતાડીને નિરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રોઅર (Javelin Thrower)એટલે કે ભાલા ફેંકમાં તેણે દેશને મેડલ જીતાડ્યો હતો. ચોપરા તેની ફીટનેસને લઇને પણ ફેન્સમાં ખૂબ આકર્ષણ ધરાવે છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર પોતે એક્સરસાઇઝ કરી રહ્યો છે, તેનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેને ખૂબ પરસેવો વહાવતો જોઇ શકાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વર્કઆઉટ સેશનમાં હિસ્સો લઇ રહેલો વિડીયોમાં જોવા મળતો ચોપરા બેટલ રોપ્લ, કેબલની સાથે એકસરસાઇઝ કરી રહ્યો છે. નિરજ ચોપરાના આ એક્સરસાઇઝ કરતા વિડીયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના વિડીયોને સાડા પાંચ લાખ લોકો પસંદ કરી ચુક્યા છે. તો મોટી સંખ્યામાં લોકોએ વિડીયોને શેર પણ કર્યો છે.

ગોલ્ડ મેડાલિસ્ટે સખત પરિશ્રમ એટલે કે આકરી કસરત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યુ છે, કે કોશિષ અને મહેનતનો કોઇ વિકલ્પ નથી હોતો.

પેરિસ ઓલિમ્પિકની તૈયારીમાં નિરજ

વર્ષ 2024 માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ રમાનારી છે. જેને લઇને તેણે પોતાના લક્ષ્યની તૈયારીઓ શરુ કરી દીધી છે. તે આગામી ઓલિમ્પિકને લઇને તૈયારીઓ કરી રહ્યો છે. તે પોતાના લક્ષ્યને પામવા માટેની તૈયારીઓને લઇને અપડેટ પણ તસ્વીર અને વિડીયો રુપે ફેન્સને આપતો રહે છે. આ પહેલા પણ તે પોતાના કોચ સાથેનો વિડીયો શેર કર્યો હતો.

હાલમાં નિરજ ચોપરા અમેરિકા છે અને જ્યાં તે પોતાની ટ્રેનિંગમાં વ્યસ્ત છે. આ પહેલા તેણે પોતાની જાત માટે ભરપૂર સમય આપ્યો હતો. તેણે ગોલ્ડ મેડલ જીત્યા બાદનો સમય મુક્તપણે પુરા આનંદથી માણ્યો હતો. તેણે પોતાની તમામ મનગમતી ચિજોને ખાવાનો અને માણવાનો ખૂબ આનંદ લીધો હતો. જે સમયે તેનુ વજન પણ 12 કિલોગ્રામ વધી ચુક્યુ હતુ. પરંતુ હવે નિરજ પોતાના મિશન માટે એક્શન મોડમાં આવી ચુક્યો છે અને તેણે હવે ભરપૂર પરસેવો વહાવવો શરુ કરી દીધો છે.

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

g clip-path="url(#clip0_868_265)">