MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ!

MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ!
Ravindra Jadeja-MS Dhoni

કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ધોનીની એક તસવીર પોસ્ટ કરી હતી જેના પછી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ તેને ટ્વિટર પર જવાબ આપ્યો હતો અને અચાનક જ KKR ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jan 09, 2022 | 9:35 PM

એશિઝ શ્રેણી (Ashes Series) ની ચોથી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયાને સિડનીના મેદાન પર જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી. ઇંગ્લેન્ડ (England) માટે સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન મેચ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિવસની છેલ્લી ઓવરમાં, કેપ્ટન પેટ કમિન્સે (Pat Cummins) સ્ટીવ સ્મિથને બોલ સોંપ્યો અને એન્ડરસન-બ્રોડ માટે આવી ફિલ્ડિંગ સેટ કરી, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોની આસપાસ ફિલ્ડરો ઉભા હતા. ભૂલની રાહ જોતો હતો પણ એ ન થયું. એન્ડરસન-બ્રૉડે ઈંગ્લેન્ડને હારથી બચાવ્યું હતું.

જોકે, ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગની તસવીર પોસ્ટ કર્યા બાદ IPL ટીમ KKR ટ્રોલ થવાથી બચી શકી નહી. તેણે એક ટ્વીટમાં બે તસ્વીર શેર કરી અને જેને લઇને કોલકાતાની ટીમ ભરાઇ પડ્યાનો ઘાટ સર્જાયો હતો. આવો જણાવીએ કે આવું કેમ થયું? શું છે બાબત છ?

હકીકત એવી હતી કે, KKRએ ઑસ્ટ્રેલિયન ફિલ્ડિંગની સાથે IPL મેચની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં KKRના ખેલાડીઓ ધોની (Dhoni) ની આસપાસ ઉભા હતા. તે સમયે ધોની પૂણે સુપરજાયન્ટ તરફથી રમી રહ્યો હતો અને પીયૂષ ચાવલાની બોલિંગ પર KKRના 4 ફિલ્ડર તેની સામે ઉભા હતા.

KKRએ આ તસવીર પોસ્ટ કરી અને લખ્યું- ‘ટેસ્ટ ક્રિકેટની તે ક્લાસિક સ્ટ્રેટેજી જે તમને T20ના માસ્ટર સ્ટ્રોકની યાદ અપાવે છે.’ KKRની આ પોસ્ટ પર જ રવિન્દ્ર જાડેજાએ ફ્રેન્ચાઈઝીને જડબાતોડ જવાબ આપ્યો અને પછી ફેન્સ ફ્રેન્ચાઈઝીએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

જાડેજાએ KKR ની બોલતી બંધ કરી દીધી

જાડેજાએ KKRની ટ્વિટર પોસ્ટ પર શાનદાર જવાબ આપ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે લખ્યું, ‘આ કોઈ માસ્ટર સ્ટ્રોક નથી. આ માત્ર એક દેખાડો છે.’ જાડેજાનો આ જવાબ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો પણ KKRને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક પ્રશંસકે તો એમ પણ લખ્યું કે એક સમયે KKRના માલિક શાહરૂખ ખાન પાયજામા વેચીને પણ ધોનીને હરાજીમાં ખરીદવા માંગતા હતા. શાહરૂખ ખાને વર્ષ 2017માં આ વાત કહી હતી.

KKR ને IPL 2021 ની યાદ અપાવી ચાહકોએ

ચાહકોએ KKRને IPL 2021ની ફાઈનલની પણ યાદ અપાવી જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને એકતરફી રીતે હરાવ્યાં. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા અને જવાબમાં KKR 20 ઓવરમાં 165 રન જ બનાવી શકી અને 27 રનથી ટાઈટલ ગુમાવ્યું.

ચેન્નાઈએ ચોથી વખત IPL ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જો કે આ બંને ટીમો વચ્ચે ઘણી વખત જોરદાર સ્પર્ધા જોવા મળે છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે મોટાભાગની જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે 26માંથી 17 મેચ ચેન્નાઈએ જીતી છે. તે જ સમયે, કોલકાતાએ માત્ર 8 મેચ જીતી છે.

આ પણ વાંચોઃ Neeraj Chopra: નિરજ ચોપરાએ એક્સરસાઇઝનો વિડીયો કર્યો શેર કર્યો, જ્વેલિન થ્રોઅરને એક્શનમાં જોઇ ફેન્સ થયા ફિદા

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયામાં પોતાની ભૂમિકાને લઇને વેંકટેશ ઐયરે કહ્યુ, મારુ કામ ફક્ત ‘ખેલ ખતમ’ કરવાનુ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati