AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Games: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ, નેશનલ ગેમ્સ બનશે પ્રથમ ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ

National Games: રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ રમાઈ રહી છે. જેમા રાજકોટમાં નેશનલ ગેમ્સમાં મહાનગરપાલિકાની નવી પહેલ શરૂ કરી છે. આ નેશનલ ગેમ્સ પ્રથમ ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ બનશે. અહીં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાફ સફાઈ ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રખાઈ રહ્યુ છે.

National Games: રાજકોટ મહાનગરપાલિકાની પહેલ,  નેશનલ ગેમ્સ બનશે પ્રથમ ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 9:51 PM
Share

રાજકોટ (Rajkot)માં ચાલી રહેલ નેશનલ ગેમ્સ (National Games)ના આયોજનમાં મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશને ઝીરો વેસ્ટ મલ્ટી સ્પોર્ટ ઈવેન્ટ બનાવવા જ રહી છે. જેમા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો છે જ સાથો સાથ વધેલુ ફુડ સંસ્થાઓને દાન કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. તેમજ એઠવાડ અને તેમજ કાચા શાકભાજીના કચરામાંથી બાયો-ડિગ્રીબલ વેસ્ટનુ સ્થળ પર જ મોબીટ્રેશ વાન દ્વારા ખાતર તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં હોકી અને સ્વિમિંગ (Swimming)ની રમતો અંતર્ગત 2500થી વધુ ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સ સહિત આયોજકો રેસકોર્સ ગ્રાઉન્ડ તેમજ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પલેક્સ પર ઉપસ્થિત રહેશે.

આ દરમિયાન ખેલાડીઓ અને આયોજકો તેમજ અધિકારીઓના ભોજનની વ્યવસ્થા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. સ્વચ્છતા પહેલાના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર ઈવેન્ટને વેસ્ટ ઈવેન્ટ તરીતે ઉજવવામાં આવી રહી છે. વેસ્ટ ઈવેન્ટ અંગે માહિતી આપતા અધિકારી દિગ્વિજય સિંહ તુવરે જણાવ્યુ કે મેદાન ખાતે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલ ડીશનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

કાગળના કપ તેમજ લાકડાની ચમચીનો ઉપયોગ કરાશે. આ સાથે રસોઈ માટેના કાચા શાકભાજીના વેસ્ટનું રોજેરોજ વજન કરી તેનુ સ્થળ પર જ મોબીટ્રેસ વાનમાં રિસાઈક્લિંગ કરી ખાતર બનાવવામાં આવશે. જેનો ઉપયોગ બગીચાઓમાં કરવામાં આવશે. આ સાથે લેફ્ટ ઓવર ફુડ એટલે કે જે વધેલો ખોરાક હશે તેને સેવાભાવી સંસ્થાઓને આપવામાં આવશે. જ્યારે પીવાના પાણીની બોટલ એકત્રિત કરી તેનુ રિસાયકલ મટીરિયલ રિકવરી ફેસેલિટી સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવશે. સ્થળ પર સૂકા તેમજ ભીના કચરા સહિત વિવિધ ડસ્ટબિન પણ મુકવામાં આવ્યા છે.

આ સાથે હોકી ગ્રાઉન્ડ પર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ખાસ તકેદારી સાથે દેખરેખ રખાઈ રહી છે. આ ઈવેન્ટમાં બાયોડીગ્રેબલ તથા ફુડ વેસ્ટ 55થી 60 ટકા, 20થી 25 ટકા ડ્રાય વેસ્ટ તેમજ 15 ટકા અધર વેસ્ટ રિસાઈકલ વેસ્ટ આવો હોય છે. સ્વચ્છતા બાબતે તકેદારી દાખવતા રાજકોટ મહાનગરપાલિકાને હાલમાં જ સ્વચ્છ સર્વેક્ષણ 2022, અર્બન હાઉસિંગ વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ સાતમાં તેમજ રાજ્ય કક્ષાએ બીજા ક્રમાંક પ્રાપ્ત થયો હોવાનુ દિગ્વિજયસિંહે જણાવ્યુ છે.

આપને જણાવી દઈએ કે જુડેગા ઈન્ડિયા જીતેગા ઈન્ડિયા સૂત્રને સાકાર કરતી આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી સ્વિમિંગમાં 112 જેટલા સ્વીમર્સે તેમનુ કૌશલ્ય બતાવ્યુ હતુ. તેમજ આજે યોજાયેલી 200 મીટર ફ્રી સ્ટાઈલ મેન્સ અને વિમેનેસ સ્પર્ધામાં 58 ખેલાડીઓએ 100 મીટર બટર ફ્લાય મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ઈનપુટ ક્રેડિટ: રોનક મજિઠિયા – રાજકોટ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">