AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 36મી નેશનલ ગેમ્સમાં મહિલા હોકી ટીમ રવિવારે હરિયાણા સામે ટકરાશે, 11 ઓક્ટોબર સુધીમાં 11 રાજ્યો વચ્ચે રમાશે 40 મેચ

Rajkot: હાલ ચાલી રહેલા 36માં નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટમાં રવિવારે ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણા સામે ટકરાશે. 11 ઓક્ટોબર સુધીમાં હોકીની 11 રાજ્યો વચ્ચે ફાઈનલ સહિત 40 મેચ રમાશે. આ દરમિયાન રાજકોટમાં હોકી ફીવર જોવા મળશે.

Rajkot: 36મી નેશનલ ગેમ્સમાં મહિલા હોકી ટીમ રવિવારે હરિયાણા સામે ટકરાશે, 11 ઓક્ટોબર સુધીમાં 11 રાજ્યો વચ્ચે રમાશે 40 મેચ
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 01, 2022 | 3:36 PM
Share

રાજ્યના છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ (National Games)નો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) ખાતે હોકીની રમતો રવિવારથી સવારે 7.15 વાગ્યાથી મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના 6 વાગ્યા સુધીમાં જૂદી જૂદી 6 હોકી (Hockey) ટીમ વચ્ચે જંગ જામશે. મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે.

હોકીની રમતમાં ગુજરાત, ઓડીસા, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહીત કુલ 11 રાજ્યોના હોકી ખેલાડીઓ વચ્ચે 40 જેટલા મેચ માટે સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે. મહિલા ફાઈનલ મુકાબલો તા. 11 ઓક્ટોબરે બપોરે 1.30 કલાકે તેમજ પુરુષ ટીમની ફાઈનલ બપોરે 3.30 કલાકે રમાશે. આ માટે જરૂરી સંલગ્ન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો, VIP સહિતની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ તેમજ ઓફિશિયલ્સ માટે ગ્રીન રૂમ, ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રવિવારની મેચને લઈને ખેલાડીઓએ રેસકોર્સ ગ્રાઉન્ડ પર નેટ પ્રેકટિસ કરી હતી. હરિયાણાની ટીમના સવિતા પૂન્યા જે ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન અને ગોલકીપર છે. હરિયાણાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમની સાથે ભૂતપૂર્વ કેપ્ટન રાણી રામપાલ, મોનિકા મલિક સહિતની ટીમ સાથે કોચ ગુરુબાજ સિંઘ, વિરેન્દ્ર તેમજ આનંદનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે સવિતા પૂન્યા, મોનિકા મલિક અર્જુન ઍવોર્ડથી સન્માનિત થયેલા છે. જ્યારે રાની રામપાલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલા છે.

ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટને જણાવ્યુ કે હાલ ભારતીય ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમનું ફ્યુચર બ્રાઈટ છે. આગામી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાનુ સ્વપ્ન સાથે આવનારા દિવસોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોપ પોઝિશન મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ખેલાડી તેમજ ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્યાં ગુણો હોવા જોઈએ તે અંગે પ્રતિભાવ આપતા હરિયાણાના સિર્સા જિલ્લાના જોધકા એવા નાના ગામમાંથી આવેલી સવિતા જણાવે છે કે, ખાસ તો ડેડિકેશન અને રાઈટ માઈન્ડ સેટ સાથે ખેલાડીએ મેદાનમાં ઉતરવું જોઈએ. સાથે તેમના પરિવારનો સપોર્ટ ખુબ જ હોવો જરૂરી છે. બાળકો પર પરફોર્મન્સ માટે દબાણ ન કરવા તેમણે જણાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">