AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milkha Singh: પાંચ દિવસ પહેલા જ મિલ્ખાસિંહની પત્નિએ દુનિયા છોડી હતી, કોલંબોમાં પ્રેમ થયો અને CM એ લગ્નનો રસ્તો કર્યો

મહાન એથલેટ મિલ્ખા સિંહ (Milkha Singh) હવે નથી રહ્યા. તેઓએ શુક્રવારે મોડી રાત્રીએ કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પાંચ દિવસ અગાઉ તેમના પત્નિ નિર્મલ કૌરે (Nirmal Kaur) કોરોના સંક્રમણને લઇને મોહાલીમાં સારવાર દરમ્યાન શ્વાસ છોડ્યા હતા.

Milkha Singh: પાંચ દિવસ પહેલા જ મિલ્ખાસિંહની પત્નિએ દુનિયા છોડી હતી, કોલંબોમાં પ્રેમ થયો અને CM એ લગ્નનો રસ્તો કર્યો
Nirmal Kaur-Milkha Singh
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 19, 2021 | 7:19 AM
Share

મહાન એથલેટ મિલ્ખા સિંહ (Milkha Singh) હવે નથી રહ્યા. તેઓએ શુક્રવારે મોડી રાત્રીએ કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પાંચ દિવસ અગાઉ તેમના પત્નિ નિર્મલ કૌરે (Nirmal Kaur) કોરોના સંક્રમણને લઇને મોહાલીમાં સારવાર દરમ્યાન શ્વાસ છોડ્યા હતા. બંને એથલેટ પતિ પત્નિ એ પાંચ દિવસના અંતરે જ દુનિયાને અલવિદા કરી દીધી હતી. મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરની પ્રેમ કહાની જબરદસ્ત રહી હતી.

બંનેની આખો રમતના મેદાનમાં જ મળી ગઇ હતી અને ઇશ્ક લડાવવા લાગ્યા હતા. જોકે મિલ્ખા સિંહ નિર્મલને મળવા પહેલા અનેક યુવતીઓ સાથે તેમનુ નામ જોડાઇ ચુક્યુ હતુ. એક બે નહી પરંતુ ત્રણ યુવતીઓ સાથે પ્યારી દોસ્તી નિભાવી હતી. મિલ્ખા સિંહનુ ચક્કર ત્રણ યુવતીઓ સાથે તો ચાલ્યુ, પરંતુ તેમાની એક પણ યુવતી સાથે લગ્ન ના રચી શકાયા. જોકે નસીબ અળગ લખ્યુ હતુ. એથલેટ્સ કિંગને વોલીબોલ પ્લેયર નજરમાં વસી ગઇ હતી. જે જન્મ જન્મના સાથી બનવા માટે લખાઇ ચુક્યા હતા.

પહેલી નજરમાં જ મળી ગઇ આંખ

ભારતીય વોલીબોલ પ્લેયર અને ટીમની કેપ્ટન નિર્મલ કૌર સાથે, પ્રથમ મુલાકાત 1955 માં શ્રીલંકાના પાટનગર કોલંબોમાં થઇ હતી. બંને એક ટુર્નામેન્ટમાં હિસ્સો લેવા માટે કોલંબો પહોંચ્યા હતા. એક ભારતીય બિઝનેસમેન એ ટીમના માટે ડિનર પાર્ટી રાખી હતી. જે પાર્ટીમાં મિલ્ખા સિંહ એ પ્રથમ વખત નિર્મલ કૌરને જોયા હતા. જોતા સાથે જ તેઓ નિર્મલ કૌરને દિલ આપી બેઠા હતા.

મિલ્ખા સિંહે એક ઇન્ટરવ્યુમાં પણ કહી ચુક્યા હતા કે નિર્મલને જોતા જ પસંદ કરી લીધા હતા. તેમણે કહ્યુ હતુ, એ વખતે અમારી વચ્ચે ખૂબ વાતચીતો પણ થઇ હતી. સાથે કોઇ કાગળ નહોતો, મે નિર્મલના હાથ પર જ હોટલનો નંબર લખી દીધો હતો.

અસલી પ્રેમ 1960માં શરુ થયો

પ્રથમ મુલાકાત બાદ બંને વર્ષ 1958માં ફરી થી મળ્યા હતા. પણ પ્રેમ ની ગાડીએ રફતાર પકડ઼ી છેક 1960માં. ત્યારે બંને વચ્ચે દિલ્હીના નેશનલ સ્ટેડીયમમાં મુલાકાત થઇ હતી. તે એ સમય હતો જ્યારે મિલ્ખા સિંહ ભારતીય રમતોનુ એક મોટુ નામ બની ચુક્યા હતા. કહે છે ને કે બે પ્રેમ કરવા વાળાઓને કોફી પીવાનુ બસ બહાનુ જોઇતુ હોય છે. આ કોફી મિલ્ખા સિંહ અને નિર્મલ કૌર વચ્ચે વારંવાર મળવાનુ બહાનુ બની ગયુ હતુ.

પ્રેમમાં આડે આવ્યા નિર્મલ કૌરના પિતા, આખરે CM થી માન્યા

પ્રેમ અને એકરાર પણ થઇ ગયો હતો. મિલ્ખા સિંહ પણ મોટા ખેલાડી બની ચુક્યા હતા. જેથી ચર્ચાઓ પણ થવા લાગી હતી. જોકે વાત હવે લગ્ન પર આવી પહોંચી હતી. જોક તે કામ સરળ નહોતુ. કારણ કે નિર્મલ કૌરના પિતા વાતને માનવા માટે તૈયાર નહોતા. કારણ કે નિર્મલ હિન્દુ પરિવાર થી હતા અને મિલ્ખા શિખ પરિવાર થી હતા. આવામાં પંજાબના તત્કાલીન મુખ્ય પ્રધાન પ્રતાપ સિંહ કૈરોં એ સમજાવીને બંને પરિવારોને લગ્ન માટે રાજી કર્યા હતા. 1962 માં મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરના લગ્ન રચાયા હતા

રમતની સફળતા ને જીવનનો આધાર બનાવ્યો

રમત રમતમાં જ એક બીજાના થઇ ચુકેલા આ ખેલાડીઓએ ટ્રેક અને કોર્ટ પર ખૂબ સફળતા હાંસલ કરી હતી. જેવી કામયાબી મિલ્ખા સિંહ અને નિર્મલ કૌર એ ખેલાડીને રુપમાં હાસંલ કરી હતી. તેવી જ સફળતા તેઓએ પારિવારીક જીવનમાં પણ પ્રેમના આધાર પર હાંસલ કરી હતી. મિલ્ખા સિંહ અને નિર્મલ કૌરને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર જીવ મિલ્ખા સિંહ ગોલ્ફમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે. તો પુત્રી અમેરિકામાં ડોક્ટર છે. કદાચ એટલે જ મિલ્ખા કહેતા રહેતા હતા કે, તે હજુ પણ સફળ છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">