Miami Open Tennis: નાઓમી ઓસાકા અને એન્ડી મરે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા

|

Mar 25, 2022 | 11:26 PM

પૂર્વ વર્લ્ડ નંબર-1 જાપાનની નાઓમી ઓસાકા અને બ્રિટનના સ્ટાર એન્ડી મરેએ શાનદાર પ્રદર્શન કરતા પોત પોતાની મેચ જીતી લીધી છે.

Miami Open Tennis: નાઓમી ઓસાકા અને એન્ડી મરે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા
Naomi Osaka (PC: Miami Open)

Follow us on

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા (Naomi Osaka) એ આસાન વિજય સાથે મિયામી ઓપન ટૂર્નામેન્ટ (Miami Open Tennis) ની મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. 11 ક્રમાંકિત ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અનેક ટૂર્નામેન્ટમાંથી બહાર રહીને વિશ્વ રેન્કિંગમાં 77માં નંબરે ખસી ગયેલી ઓસાકાએ જર્મનીની 13મી ક્રમાંકિત એન્જેલિક કર્બરને 6-2, 6-3થી હરાવી હતી. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ટેનિસથી દુર રહેલનાર નાઓમી ઓસાકા પર રહેલી છે.

નાઓમી ઓસાકલે (Naomi Osaka) એ સીધા સેટમાં કર્બરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, વાસ્તવમાં મહિલા વિભાગમાં ક્રમાંકિત ખેલાડીઓ માટે હારનો દિવસ હતો. રોમાનિયાની ઈરિના-કેમેલિયા બેગુએ ટોચની ક્રમાંકિત આર્ય સાબાલેન્કાને 6-4, 6-4 થી હાર આપી હતી. જ્યારે ત્રીજી ક્રમાંકિત એન્નેટ કોન્ટાવેટને 21 વર્ષની અમેરિકન એન લી સામે 6-0, 3-6, 6-4 થી હાર આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અન્ય ક્રમાંકિત ખેલાડીઓ જેઓ મહિલા વિભાગમાંથી બહાર થઈ ગયા હતા તેમાં નંબર 6 કેરોલિના પિલિસ્કોવા, 11 માં ક્રમાંકની એમ્મા રાદુકાનુ, 15 ક્રમાંકની એલિના સ્વિટોલિના, 18 ક્રમની લયલા ફર્નાન્ડીઝ, 19 ક્રમની તામારા ઝિદાનસેક, નંબર 25માં ક્રમાંકની ડારિયા કાસાત્કિના હતી. એલિસ કોર્નેટ અને નંબર 32 માં સારાહ સોરિબેસ ટોર્મોનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ પુરૂષ વર્ગની વાત કરીએ તો બે વખતના મિયામી ઓપન વિજેતા બ્રિટનના એન્ડી મરે (Andy Murray) પણ પુરુષોના વિભાગમાં જીત નોંધાવનારાઓમાં સામેલ છે. તેણે ફેડેરિકો ડેલ્બોનિસ સામે 7-6(4), 6-1 થી જીત નોંધાવી હતી. હવે તેની મેચ ટોચના ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ સાથે થશે. ગયા વર્ષે મિયામીમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવનાર અમેરિકાના સેબેસ્ટિયન કોર્ડાએ પ્રથમ રાઉન્ડની મેચમાં સ્પેનના એલેજાન્ડ્રો ડેવિડોવિક ફોસિનાને 6-1, 6-1 થી હરાવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2022: વિકેટની પાછળ MS Dhoni ને ફરી હંફાવશે આ દિગ્ગજ, આંકડાની રેસમાં બનશે નંબર વન?

આ પણ વાંચો : Women IPL : BCCI એ મહિલા IPL ને આપી લીલી ઝંડી, 2023થી 6 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ

Next Article