Viral Video : 94મી મિનિટે મેસ્સીએ Inter Miami માટે કર્યો ડેબ્યૂ ગોલ, ઝૂમી ઉઠયુ આખું સ્ટેડિયમ, જુઓ Video
Messi Debut Goal Video : તે યુરોપિયન ફૂટબોલમાં કહેર મચાવ્યા બાદ મેસ્સી અમેરિકન ફૂટબોલમાં મેજિક કરવા પહોંચ્યો છે. ઈટર મિયામી માટે ડેબ્યૂ મેચમાં જ તેણે ગોલ કરીને સ્ટેડિયમને ઝૂમવા માટે મજબૂર કરી દીધુ હતુ. તેના પ્રથન ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Florida : આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના (Messi) જીવનનો નવો અધ્યાય શરુ થયો છે. તે યુરોપિયન ફૂટબોલમાં કહેર મચાવ્યા બાદ મેસ્સી અમેરિકન ફૂટબોલમાં મેજિક કરવા પહોંચ્યો છે. ઈટર મિયામી માટે ડેબ્યૂ મેચમાં જ તેણે ગોલ કરીને સ્ટેડિયમને ઝૂમવા માટે મજબૂર કરી દીધુ હતુ. તેના પ્રથન ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Inter miami vs Cruz azul વચ્ચેની આ મેચમાં સ્કોર 1-1ની બરાબરી પર હતો. ત્યારે મેસ્સીએ ફ્રી કિકની મદદથી ઈટર મિયામી ફૂટબોલ ક્લબની જીત નિશ્ચિત કરી હતી. તેનો આ ગોલ ઈટર મિયામી માટેનો ડેબ્યૂ ગોલ હતો. તેના ઓ ગોલથી સ્ટેડિયમના તમામ દર્શકો ઝૂમી ઉઠયા હતા. મેસ્સીએ પોતાના પરિવાર સાથે પણ આ ગોલની ઊજવણી કરી હતી.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
મિયામી માટે મેસ્સીનો ડેબ્યૂ ગોલ
LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy
— Major League Soccer (@MLS) July 22, 2023
⭐ inMESSIonante ⭐ pic.twitter.com/dswAgBEWVw
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
મેસ્સીએ આ જીત બાદ જણાવ્યુ કે, અમે વિજય મેળવીને આ રીતે શરૂઆત કરવા માંગતા હતા. અમે જાણતા હતા કે અમારા માટે આ ચેમ્પિયનશિપ જીતવાની શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સદભાગ્યે અમે અંતે તે કરી શક્યા, અને હું ખૂબ ખુશ છું. મેસ્સીના આ ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
પરિવાર સાથે કરી ડેબ્યૂ ગોલની ઊજવણી
Messi went straight to his family after scoring the winner in his Inter Miami debut ❤️ pic.twitter.com/WgVHKjYQ88
— ESPN FC (@ESPNFC) July 22, 2023
Noche soñada 🤩🤩🤩 pic.twitter.com/60blZbZSSX
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
Vamos Muchachos 👏👏👏 pic.twitter.com/2cxyX9qGWp
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
1000થી વધુ ફૂટબોલ મેચમાં 800થી વધારે ગોલ
ટીમ | મેચ | ગોલ |
---|---|---|
બાર્સેલોના |
778 |
672 |
પેરિસ સેન્ટ જર્મેન |
75 |
32 |
આર્જેન્ટિના |
175 |
103 |
કુલ |
1028 |
807 |