AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA 2022 Argentina Vs Saudi Arabia : સાઉદી અરેબિયા એ અપસેટ સર્જ્યો, લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમને 2-1 થી હરાવ્યું

FIFA 2022 Argentina Vs Saudi arabia match report : લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમનો પરાજય, સાઉદી અરેબિયાનો 2-1થી વિજય.

FIFA 2022 Argentina Vs Saudi Arabia : સાઉદી અરેબિયા એ અપસેટ સર્જ્યો, લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમને 2-1 થી હરાવ્યું
FIFA 2022 Argentina Vs Saudi arabia match reportImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 8:19 PM
Share

આજે કતારના લુસેલ સ્ટેડિયમ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Cની ટીમો વચ્ચે ફિફા વર્લ્ડકપની આ પહેલી મેચ હતી. લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમનો પરાજય થયો છે. સાઉદી અરેબિયાનો 2-1થી વિજય મેળવીને ફિફા વર્લ્ડકપ 2022માં અપસેટ સર્જ્યો છે. લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ ટુર્નામેન્ટની ફેવરિટ ટીમ હતી. આર્જેન્ટિના ટીમ છેલ્લી 36 મેચથી અજય રહી હતી.

વર્લ્ડ રેકિંગમાં સાઉદી અરેબિયાની ટીમ 51માં સ્થાને છે. જ્યારે લિયોનેલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ત્રીજા સ્થાને છે. આર્જેન્ટિના ટીમ વર્ષ 1978 અને 1986માં ફિફા વર્લ્ડકપની વિજેતા રહી છે. જ્યારે સાઉદી અરેબિયાની ટીમ વર્ષ 1994માં ફ્કત ક્વાર્ટર ફાઈલન સુધી પહોંચી શકી હતી.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

સાઉદી અરેબિયાનો 2-1થી વિજય

આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપ જીતવા માટે સૌથી વધુ ફેવરિટ ટીમ માનવામાં આવતી હતી. પરંતુ સાઉદી અરેબિયા દ્વારા તેની શરૂઆતની મેચમાં જ આર્જેન્ટિનાને સ્તબ્ધ કરી દેવામાં આવ્યુ. સાઉદી અરેબિયાના સાલેહ અલ શેહરી અને સાલેમ અલ દવસારીએ 2 ગોલ કરીને ફિફા વર્લ્ડકપમાં અપસેટ સર્જી જીત મેળવી હતી.

આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા વચ્ચેની મેચનો ઘટના ક્રમ

ગ્રુપ સીનું પોઈન્ટ ટેબલ

આ હતી આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાની ટીમો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">