Mbappe એ રિયલ મેડ્રિડની ઓફરને નકારી અને PSG સાથે કર્યો 3 વર્ષનો કરાર

|

May 23, 2022 | 12:53 PM

Football : સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ Mbappe ને પોતાના ક્લબમાં લેવા માટે વિચારી રહ્યું હતું. પણ સ્ટાર સ્ટ્રાઈકરે PSG સાથે રહેવાનું નક્કી કર્યું. Mbappé એ કહ્યું કે તે ફ્રાન્સમાં રહીને ખુશ છે. તે તેના વતન પેરિસમાં રહે છે.

Mbappe એ રિયલ મેડ્રિડની ઓફરને નકારી અને PSG સાથે કર્યો 3 વર્ષનો કરાર
Mbappe (PC: Goal.com)

Follow us on

ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમબાપે (Kylian Mbappe) રિયલ મેડ્રિડ (Real Madrid) ની ઓફર ઠુકરાવ્યા બાદ તેની વર્તમાન ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG) સાથે 3 વર્ષનો નવો કરાર કર્યો છે. Mbappe એ ફ્રેન્ચ લીગમાં હેટ્રિક ફટકારીને તેની ઉજવણી કરી હતી. ફ્રાન્સના વર્લ્ડ કપ વિજેતા સ્ટાર પીએસજી (Paris Saint Germain F.C.) ના હોમ ગ્રાઉન્ડ પાર્ક ડેસ પ્રિન્સેસમાં મેટ્ઝ સામે 5-0 થી જીત પહેલા ચાહકોને સંબોધિત કર્યું હતું.

Mbappe એ કરાર કર્યા બાદ જણાવ્યું કે, ‘હું આ પ્રવાસ ચાલુ રાખવા માટે ખુશ છું, ફ્રાન્સમાં રહીને મારા વતન પેરિસમાં રહેવા માટે. મેં હંમેશા કહ્યું છે કે પેરિસ મારું ઘર છે.’ તેણે ઉમેર્યું, ‘મને જે સૌથી વધુ ગમે છે તે કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું. તે ફૂટબોલ રમવા અને ટ્રોફી જીતવા જેવું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડ Mbappe ને પોતાની ક્લબમાં જોડવા માટે વિચારી રહી હતી. પરંતુ સ્ટાર સ્ટ્રાઈકર એમબાપેએ PSG ક્લબ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે PSG પ્રમુખ નાસેર અલ ખેલાફીએ નવા કરારની જાહેરાત કરી હતી.

 


PSG ક્લબના પ્રમુખ નાસેર કહ્યું, ‘મારી પાસે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. Kylan Mbape 2025 સુધી અમારી સાથે રહેશે. Mbappe નો PSG સાથેનો અગાઉનો કરાર જૂનમાં સમાપ્ત થઈ રહ્યો હતો. આ પછી Mbappe કોઈપણ અન્ય ક્લબમાં જોડાવા માટે મુક્ત હતો.

આ પહેલા એમબાપેને ત્રીજીવાર ફ્રેન્ચ ફુટબોલ લીગનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો

પેરિસ સેન્ટ જર્મૈન (PSG) ના સ્ટ્રાઈકર કિલિયન એમબાપે (Kylian Mbappe) ને તેની કારકિર્દીમાં ત્રીજી વખત ફ્રેન્ચ ફૂટબોલ લીગનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે મત આપવામાં આવ્યા હતા. Mbappe એ 25 ગોલ કરીને પીએસજીને ફ્રેન્ચ લીગમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે તમામ સ્પર્ધાઓમાં કુલ 36 ગોલ કર્યા. 23 વર્ષીય ફ્રેન્ચ ખેલાડીએ અગાઉ 2019 અને 2021 માં પણ લીગનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો. નેશનલ યુનિયન ઓફ પ્રોફેશનલ ફૂટબોલ પ્લેયર્સ (UNFP) દ્વારા દર વર્ષે ફ્રાન્સના ટોચના 2 વિભાગના ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવે છે. 23 વર્ષીય Mbappe ને ગયા વર્ષે પણ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે એકંદરે 42 ગોલ કર્યા હતા.

Next Article