Sports: પંજાબ સરકાર પર દિવ્યાંગ મહિલા ખેલાડી મલિકાએ લગાવ્યા સણસણતા આરોપ, વાહવાહી લુટવા પ્રધાન પર ‘વચન ભંગ’ નો આરોપ દર્શાવ્યો
આ ખેલાડીએ વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપ (Asian Championships) માં છ મેડલ જીત્યા છે. તે 2012 થી સાત વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે.
ભારતની વિકલાંગ મહિલા ચેસ ખેલાડી (Deaf women chess player) મલિકા હાંડા (Malika Handa) એ તેના રાજ્ય પંજાબની સરકાર (Punjab Government) પર વચનના ભંગનો આરોપ લગાવ્યો છે . તેણે કહ્યું છે કે પંજાબ સરકારે તેને આપેલા વચનો પૂરા કર્યા નથી. મલિકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે અને તેની સાથે એક પોસ્ટ પણ લખી છે. તે કહે છે કે પંજાબ સરકારે પહેલા તેને નોકરી અને રોકડ પુરસ્કાર આપવાની વાત કરી હતી, પરંતુ હવે રમતગમત મંત્રી આ વાયદાથી ફરી રહ્યા છે.
તેણીએ કહ્યું છે કે તેણી 31 ડિસેમ્બરે પંજાબના રમતગમત મંત્રીને મળી હતી, પરંતુ મંત્રીએ તેણીને કહ્યું હતું કે રાજ્ય સરકાર તેણીને નોકરી અને રોકડ પુરસ્કાર આપી શકતી નથી કારણ કે બધીર રમત માટે કોઈ નીતિ નથી.
મલિકાએ કહ્યું છે કે ભૂતપૂર્વ રમતગમત મંત્રીએ તેમને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી અને તેમની પાસે આમંત્રણ પત્ર પણ છે, પરંતુ કોવિડને કારણે આ આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું. તેણે લખ્યું, હું ખૂબ જ દુખી છું. 31મી ડિસેમ્બરે હું પંજાબના ખેલ મંત્રીને મળી હતી. તેમણે કહ્યું કે પંજાબ સરકાર નોકરીઓ અને રોકડ પુરસ્કારો આપી શકતી નથી કારણ કે તેમની પાસે બધીર રમતો માટે કોઈ નીતિ નથી.
I m very feeling Hurt 31 dec I met sports minister of Punjab @PargatSOfficial Now He said punjab Govt can not give job and Not cash award accept to (Deaf sports) because they do not have policy for deaf sports. Cc: @CHARANJITCHANNI @sherryontopp @RahulGandhi @rhythmjit @ANI pic.twitter.com/DrZ97mtSNH
— Malika Handa🇮🇳🥇 (@MalikaHanda) January 2, 2022
મેં પાંચ વર્ષ વેડફ્યા
તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, પૂર્વ રમત મંત્રીએ મને રોકડ પુરસ્કાર આપવા કહ્યું હતું અને મારી પાસે તેના માટેનું આમંત્રણ પત્ર પણ છે. પરંતુ કોવિડને કારણે આ આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું. જ્યારે મેં વર્તમાન સ્પોર્ટ્સ મિનિસ્ટર પરગટ સિંહને આ વાત કહી તો તેમણે કહ્યું કે આની જાહેરાત મેં નહીં પણ પૂર્વ મંત્રીએ કરી હતી. અને સરકાર તે કરી શકતી નથી. હું હમણાં જ પૂછું છું કે પછી શા માટે તેની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસની સરકારમાં મારા પાંચ વર્ષ વેડફાઈ ગયા. તેમણે મને બેવકૂફ બનાવી.
આવી રહી છે કારકિર્દી
મલિકા મૂકબધીર ચેસ પ્લેયર છે. ઈન્ટરનેશનલ ડેફ ચેસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. તેણે વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં છ મેડલ જીત્યા છે. તે 2012 થી સાત વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે.