Lionel Messi 17 વર્ષમાં પહેલીવાર બેલોન ડી’ઓરના નોમિનેશનમાં સ્થાન ન મળ્યું, જાણો કયા ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા

|

Aug 14, 2022 | 9:29 AM

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલરે ગયા વર્ષે પોલેન્ડના રોબર્ટ લેવાન્ડોસ્કીને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન સાથે તેની પ્રથમ સિઝનમાં સરેરાશ પ્રદર્શનને કારણે તેને આ વખતે નોમિનેશન મળ્યું નથી. આ પહેલા તે સ્પેનિશ ક્લબ બાર્સેલોના તરફથી રમતા હતા.

Lionel Messi 17 વર્ષમાં પહેલીવાર બેલોન ડીઓરના નોમિનેશનમાં સ્થાન ન મળ્યું, જાણો કયા ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા
Lionel Messi (File Photo)

Follow us on

સાત વખતનો બેલોન ડી’ઓર (Ballon d’Or) વિજેતા લિયોનેલ મેસ્સી (Lionel Messi) 2005 પછી પ્રથમ વખત પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકિત 30 ખેલાડીઓમાં નથી. તમને જણાવી દઇએ કે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ગયા વર્ષે પોલેન્ડના રોબર્ટ લેવાન્ડોસ્કીને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન સાથે તેની પ્રથમ સિઝનમાં સરેરાશ પ્રદર્શનને કારણે તેને આ વખતે નોમિનેશન મળ્યું નથી.

નેમાર પણ ટોપ 30માં સ્થાન મેળવી શક્યો નથી

આ પહેલા તે સ્પેનિશ ક્લબ બાર્સેલોના તરફથી રમતો હતો. મેસ્સી (Lionel Messi) એ 2019માં પણ આ એવોર્ડ જીત્યો હતો. પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને 2020માં એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. નેમાર પણ આ વખતે ટોપ 30માં સ્થાન મેળવી શક્યો નથી. મેસ્સી સૌથી વધુ વખત બેલોન ડી’ઓર જીતનાર ફૂટબોલર પણ છે. તેણે તે પોતાના નામે સાત વખત કર્યું છે. તો પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ એવોર્ડ 5 વખત જીત્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

રોનાલ્ડો, એમબાપ્પે, બેન્ઝેમા સહિતના ખેલાડીઓના નામ નોમિનેટ થયા

આ યાદીમાં લેવાન્ડોવસ્કી, કિલિયન એમબાપ્પે, કરીમ બેન્ઝેમા, પાંચ વખતના વિજેતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામ છે. તેમાં મોહમ્મદ સલાહ, સાડિયો માને, કેવિન ડી બ્રુયન અને હેરી કેન પણ છે. અંગ્રેજી ક્લબ લિવરપૂલ અને માન્ચેસ્ટર સિટી સિવાય સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડમાં સૌથી વધુ 6-6 ખેલાડીઓ નોમિનેટ થયા છે.

 

 

બલોન ડિઓર એવોર્ડ માટે નોમિનેટ થનાર ફુટબોલરનું લિસ્ટઃ

ટ્રેન્ટ એલેક્ઝાન્ડર-આર્નોલ્ડ, કરીમ બેન્ઝેમા, જોઆઓ કેન્સેલો, કેસેમિરો, થિબાઉટ કોર્ટોઈસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કેવિન ડી બ્રુને, લુઈસ ડિયાઝ, ફેબિન્હો, ફિલ ફોડેન, એર્લિંગ હાલેન્ડ, સેબેસ્ટિયન હેલર, હેરી કેન, જોશુઆ કિમિચ, રાફેલ લીઓ, રોબર્ટ લેવેન્સ્કી માઇક મેગન, સાડિયો માને, કૈલિયન એમબાપ્પે, લુકા મોડ્રિક, ક્રિસ્ટોફર નકુંકુ, ડાર્વિન નુનેઝ, એન્ટોનિયો રુડિગર, મોહમ્મદ સલાહ, બર્નાર્ડો સિલ્વા, સોન હેંગ-મીન, વર્જિલ વાન ડીજક, વિનિસિયસ જુનિયર, ડુસાન વ્લાહોવિક.

Next Article