Prime Volleyball League: અમદાવાદ ડિફેન્ડર્સનો 3-0 થી પરાજય, કોલકાતા થંડરબોલ્ટ્સ ચેમ્પિયન બન્યુ

પ્રથમ સિઝનની ફાઇનલમાં શાનદાર દેખાવ કરનારા વિનીત કુમારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો

Prime Volleyball League: અમદાવાદ ડિફેન્ડર્સનો 3-0 થી પરાજય, કોલકાતા થંડરબોલ્ટ્સ ચેમ્પિયન બન્યુ
Kolkata Thunderbolts સિઝનમાં ચેમ્પિયન બન્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:37 AM

હૈદરાબાદમાં રમાયેલી રુપે પ્રાઇમ વોલીબોલ લીગ (Prime Volleyball League) ની ફાઇનલમાં અમદાવાદ ડિફેન્ડર્સ (Ahmedabad Defenders) ટીમનો પરાજ્ય થયો હતો. કોલકાતા થંડરબોલ્ટ્સે (Kolkata Thunderbolts) લીગની પ્રથમ સિઝનની ફાઇનલમાં અમદાવાદ ડિફેન્ડર ટીમને એક તરફી રીતે 3-0 થી પરાજીત કર્યુ હતુ. આમ કોલકાતાની ટીમ સિઝનનુ પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. પ્રથમ સિઝનની ફાઇનલમાં શાનદાર દેખાવ કરનારા વિનીત કુમારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જેણે 11 પોઇન્ટ મેળવ્યા હતા.

ફાઇનલમાં અમદાવાદની ટીમે ટોસ જીત્યો હતો અને કોલકાતા થંડરબોલ્ટ્સને રિસીવ કરવા માટે કહ્યુ હતુ. એક સમયે અમદાવાદની ટીમ બરાબરી પર આવી પહોંચી હતી. અને બંને ટીમ 7-7 પર હતી. પરંતુ આગળ જતા જ કોલકાતા 12-9 થી આગળ નિકળી ગયુ હતુ. અમદાવાદ ફરી એકવાર સુપર પોઇન્ટના આધારે 13-13 પર પહોંચ્યુ હતુ. પરંતુ મેચનો હિરો રહેલા વિનીતે સુપર સર્વને સહારે 15-13 થી પ્રથમ સેટમાં કોલકાતાને જીત અપાવી હતી.

બીજા સેટની રમતમાં પણ અમદાવાદ પરત ના ફરી શક્યુ

પ્રથમ સેટ કોલકાતા એ જીતી લીધા બાદ બીજા સેટમાં પણ અમદાવાદને કોલકાતાએ કોઇ જ મોકો ના આપ્યો. બીજા સેટમાં 2 પોઇન્ટ થી પાછળ રહેવા છતાં કોલાકાતએ 4-4 થી બરાબરી કરી લીધી હતી. બાદમાં વધુ 2 પોઇન્ટ વડે અમદાવાદને પાછળ છોડી દીધુ હતુ. કોલાકાતએ પોઇન્ટને આગળ વધારતા રહેતા 11-6 થી અમદાવાદને ખૂબ પાછળ છોડી દીધુ અને તે પરત સેટમાં ફરી શક્યુ નહી. આમ બીજા સેટને જીતી કોલકોતાએ 2-0 ની સરસાઇ કરી લીધી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ત્રીજા સેટમાં પણ પછડાટ

અમદાવાદ માટે ત્રીજો સેટ મરણીયો બની ગયો હતો. પરંતુ તેમાં પણ પછડાટ મળી હતી. થંડરબોલ્ટસે સતત પોઇન્ટ મેળવતા રહેતા બ્રેક સુધીમાં 8-5 થી આગળ નિકળી ગયા હતા. કોલકાતાએ એ અહી થી આગળ વધતા 4 પોઇન્ટની લીડ બનાવી લીધી હતી. કોલકાતાએ 15-12 થી ત્રીજો સેટ જીતી લને 3-0 થી મેચને પોતાના નામે કરી લીધી હતી. આમ સિઝનને જીતી લીધી હતી. શોન ટી જોનને પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકાના પણ કર્યા સુપડા સાફ, ભારતે વેસ્ટ ઇન્ડિઝ બાદ વધુ એક T20 સિરીઝ 3-0 થી જીતી, શ્રેયસની શાનદાર ફીફટી

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">