ISSF World Cup 2022: મેરાજ ખાને જીત્યો ગોલ્ડ મેડલ, સ્કીટ શૂટિંગમાં ભારતીય શૂટર બન્યો ચેમ્પિયન, ભારતનુ સ્થાન ટોચ પર

|

Jul 18, 2022 | 10:01 PM

46 વર્ષના અનુભવી શૂટર મેરાજ ખાને (Mairaj Khan) ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું અને કોરિયા અને બ્રિટનના શૂટરોને પાછળ છોડીને આ ઇવેન્ટમાં પોતાનો સિક્કો જમાવી દીધો હતો.

ISSF World Cup 2022: મેરાજ ખાને જીત્યો ગોલ્ડ મેડલ, સ્કીટ શૂટિંગમાં ભારતીય શૂટર બન્યો ચેમ્પિયન, ભારતનુ સ્થાન ટોચ પર
Mairaj Khan આ ઇવેન્ટમાં વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય

Follow us on

ચાંગવનમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપ (ISSF World Cup 2022) માં ભારતીય શૂટરોએ તેમનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. હંમેશની જેમ ભારતીય શૂટરો એ પિસ્તોલ અને રાઈફલ શૂટિંગમાં મેડલ ખંખેરી લીધા છે. હવે ભારતને સ્કીટ શૂટિંગમાં પણ સફળતા મળી છે અને તે 46 વર્ષીય મેરાજ ખાન (Mairaj Khan) દ્વારા કરવામાં આવી છે. અનુભવી ભારતીય શૂટર મેરાજે સોમવાર, 18 જુલાઈના રોજ સ્કીટ શૂટિંગમાં કોરિયન અને બ્રિટિશ શૂટર્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે, તે આ ઇવેન્ટમાં વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર બન્યો. આ સાથે ભારતે મેડલ ટેબલમાં ટોચ પર કબજો જાળવી રાખ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા મેરાજ ખાને વર્લ્ડ કપમાં લાંબી રાહ જોયા બાદ પોતાના મેડલનો રંગ બદલવામાં સફળતા મેળવી હતી. તેણે રિયો ડી જાનેરોમાં 2016ના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેણે સૌથી મોટો એવોર્ડ જીતીને રાહતનો શ્વાસ લીધો હતો. તેની જીત સાથે ભારતે ચાંગવાન વર્લ્ડ કપમાં કુલ 5 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શૂટરોનું શાનદાર પ્રદર્શન જારી

આ પહેલા અંજુમ મુદગીલ, આશી ચોક્સી અને સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલ મેચમાં તેણીએ ઓસ્ટ્રિયાની શૈલેન વિબેલ, એન અનગેરેન્ક અને રેબેકા કોએકને 16-6થી હરાવ્યા હતા. આ રીતે મેડલ ટેબલમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. ભારતીય શૂટરોએ અત્યાર સુધીમાં 13 મેડલ (પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) જીત્યા છે અને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. 9 જુલાઈથી શરૂ થયેલો આ વર્લ્ડ કપ 21 જુલાઈ સુધી ચાલશે.

ટીમ ઇવેન્ટ્સ નજર

હવે આગામી બે દિવસમાં ટીમ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ્સ પિસ્તોલથી લઈને રાઈફલ અને સ્કીટ ઈવેન્ટ્સ થશે, જેમાં સંજીવ રાજપૂત, અંજુમ મુદગીલ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, અનીશ વર્મા, રિધમ સાંગવાન જેવા શૂટર્સ ભાગ લેશે. ટીમ ઈવેન્ટ્સમાં, વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન સામાન્ય રીતે સારું રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતના મેડલની સંખ્યામાં વધુ વધારો થવાની આશા છે.

 

Published On - 9:55 pm, Mon, 18 July 22

Next Article