ISSF World Cup: ભારતીય શૂટરોએ ગૌરવ અપાવતા વધુ મેડલ પર નિશાન તાક્યા, અંજૂમ મુદગીલ મેડલ જીત્યો
ભારતીય શૂટરોએ આઈએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Cup) માં પોતાની ક્ષમતા બતાવી છે અને સતત મેડલ જીતી રહ્યા છે. આ વર્લ્ડ કપના મેડલ ટેબલમાં ભારત નંબર-1 પર છે.
ચાંગવાનમાં રમાઈ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Cup) માં ભારતીય નિશાનેબાજો પોતાનો ખેલ બતાવી રહ્યા છે અને સતત મેડલ જીતી રહ્યા છે. રવિવાર પણ આનાથી મુક્ત નહોતો. આ દિવસે પણ ભારતના હિસ્સામાં મેડલ આવ્યા હતા. ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં સંજીવ રાજપૂત, ચૈન સિંહ અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર થ્રી પોઝિશન ટીમ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ, અંજુમ મુદગીલે આ જ ઈવેન્ટમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અંજુમ ફાઇનલમાં 402.9ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તેણે નિલીંગમાં 100.7, પ્રોન માં 101.6 અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં 200.6 સ્કોર કર્યો. જર્મનીની અન્ના જેન્સેન (407.7) એ ગોલ્ડ જીત્યો જ્યારે ઇટાલીની બાર્બરા ગામ્બોરો (403.4) એ સિલ્વર મેડલ જીત્યો.
ભારતીય ત્રણેય પુરુષોની ટીમ ઈવેન્ટના ક્વોલિફિકેશન સ્ટેજમાં બીજા સ્થાને રહી અને ગોલ્ડ મેડલ સ્પર્ધામાં મજબૂત ચેક રિપબ્લિક ટીમનો સામનો કર્યો. ચેક રિપબ્લિકની ટીમ સામે સખત પડકાર રજૂ કરવા છતાં ભારતીય ટીમ 12-16થી હારી ગઈ હતી. ચેક ટીમમાં પીટર નિમ્બુર્સ્કી, ફિલિપ નેપેચલ અને જીરી પરિવર્સ્કીનો સમાવેશ થતો હતો.
ANOTHER 🥈for 🇮🇳 AT @ISSF_Shooting WORLD CUP 🇰🇷#AishwaryPratapSinghTomar , #Sanjeev, #ChainSingh in 50m Rifle 3P Team ♂️ were in touching distance from Gold but good fightback by 🇨🇿 team (12-16 in GMM)
Good effort team🇮🇳 pic.twitter.com/j5pt8RNTGW
— SAI Media (@Media_SAI) July 17, 2022
અંજુમનો બીજો મેડલ
વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા અંજુમે શનિવારે રેન્કિંગ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ કપ સ્ટેજ પર અંજુમનો આ સતત બીજો વ્યક્તિગત મેડલ છે. તેણે ગયા મહિને બાકુ વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અંજુમ બીજી પ્રોન શ્રેણી પછી છઠ્ઠા સ્થાને સરકી ગઈ હતી, પરંતુ અંતિમ સ્ટેન્ડિંગ શ્રેણીમાં પુનરાગમન કરવામાં સફળ રહી હતી. અંજુમ ચોથા ક્રમની રેબેકા કોએક કરતાં 0.2 પોઈન્ટ આગળ હતી જ્યારે પાંચમા અને છઠ્ઠા નંબરના શૂટર્સને સ્ટેન્ડિંગ પોઝિશનમાં 15 શોટ બાદ બહાર કરવામાં આવી હતી.
અંજુમ આગળની શ્રેણીના શરૂઆતના તબક્કામાં ગમ્બારોથી 1.5 પોઈન્ટ પાછળ હતી અને પાંચ શોટની સ્ટેન્ડિંગ શ્રેણીના છેલ્લા બે શોટ પર પૂર્ણ પોઈન્ટ મેળવવા છતાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
1️⃣0️⃣th Medal for 🇮🇳
Our champ @anjum_moudgil has won 🥉 in the Women’s 50m Rifle 3 Postions at the @ISSF_Shooting 2022 World Cup, Changwon
Many congratulations👏💯 pic.twitter.com/SlMHntWukN
— SAI Media (@Media_SAI) July 17, 2022
ઐશ્વર્ય એ કમાલ કર્યો
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે શનિવારે આ વર્લ્ડ કપની 50 મીટર થ્રી પોઝિશન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એકવીસ વર્ષના તોમરે 2018ના યુથ ઓલિમ્પિક ચેમ્પિયન હંગેરીના જાલાન પેકલરને 16-12થી હરાવી પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. વર્તમાન જુનિયર વિશ્વ ચેમ્પિયન તોમર પણ 593 પોઈન્ટના સ્કોર સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચ પર રહ્યો હતો. શૂટિંગ વર્લ્ડ કપમાં તોમરનો આ બીજો ગોલ્ડ મેડલ છે, જે તેણે ગયા વર્ષે નવી દિલ્હીમાં પ્રથમ વખત જીત્યો હતો. મધ્યપ્રદેશના શૂટર માટે વર્તમાન સ્પર્ધામાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ હતો. ભારત હાલમાં આ ટુર્નામેન્ટમાં ચાર ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ 11 મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે.