Indonesia: ફૂટબોલની મેચ હારી જતા ચાહકોએ મેદાનમાં જ મચાવી ધમાલ, 127ના મોત અનેક ઘાયલ

આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોવા મળે છે.

Indonesia: ફૂટબોલની મેચ હારી જતા ચાહકોએ મેદાનમાં જ મચાવી ધમાલ, 127ના મોત અનેક ઘાયલ
violence during a football match in Indonesia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 7:08 AM

ઈન્ડોનેશિયામાં (Indonesia) શનિવારે ફૂટબોલ મેચ (football match) દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.

આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોવા મળે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મારપીટ, નાસભાગ અને ગૂંગળામણને કારણે લોકોના મોત થયા છે. સ્ટેડિયમમાં માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને અહીં-ત્યાં ફૂટબોલ ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓ આવે છે અને બધાનો પીછો કરે છે. આ દરમિયાન કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે તો કેટલાક સીટ તરફ દોડી રહ્યા છે.

એક અઠવાડિયા માટે મેચ બંધ

મેદાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સેંકડો પ્રશંસકો મેદાનમાં ઘૂસી ગયા અને પછી ત્યાં એકબીજા પર હુમલો કરવા લાગ્યા. ફૂટેજમાં મલંગના સ્ટેડિયમની પીચ પર લોકો દોડતા જોવા મળે છે. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ શનિવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે રમત પછી શું થયું તેની તપાસ શરૂ કરવા માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. કાંજુરુહાન સ્ટેડિયમમાં અરેમા સમર્થકો દ્વારા હિંસા બદલ PSSI ખેદ વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે અમે પીડિતોના પરિવારજનો અને આ ઘટનામાં સામેલ તમામ પક્ષો માટે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ.

અરેમા FC ટીમ પર મોટી કાર્યવાહી

રમખાણોને પગલે લીગે એક અઠવાડિયા માટે રમતો સ્થગિત કરી દીધી છે. અરેમા એફસી ટીમ પર પણ આ સિઝનના બાકીના સમય માટે હોસ્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લીગના માલિક PT LIBના પ્રેસિડેન્ટ ડાયરેક્ટર અખ્મદ હાદિયન લુકિતાએ જણાવ્યું હતું કે અમે PSSI ના પ્રમુખ તરફથી સૂચના મળ્યા બાદ નિર્ણય જાહેર કર્યો છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">