Asian Wrestling Championship 2023: 19 વર્ષીય અમન સહરાવતે કર્યો કમાલ, એશિયન કુશ્તી ચેમ્પિયશીપમાં જીત્યો સુવર્ણ પદક

Asian Wrestling Championship: યુવા કુસ્તીબાજ અમન સહરાવતે કિર્ગિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપમાં ભારતને પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો હતો. 19 વર્ષીય અમનએ ગોલ્ડ મેડલ મેચમાં કિર્ગિસ્તાનના રેસલરને માત આપી હતી.

Asian Wrestling Championship 2023: 19 વર્ષીય અમન સહરાવતે કર્યો કમાલ, એશિયન કુશ્તી ચેમ્પિયશીપમાં જીત્યો સુવર્ણ પદક
Aman Sehrawat won Gold in Asian Wrestling Championship 2023Image Credit source: SAI Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 1:49 PM

અમન સહરાવતે સીનીયર સ્તર પર પ્રભાવી પ્રદર્શન યથાવત રાખવાની સાથે ગુરૂવારે 57 કિલોગ્રામ વર્ગમાં કિર્ગિસ્તાનના અલ્માજ સમાનબેકોવને હરાવીને ભારતને એશિયન કુશતી ચેમ્પિયનશીપમાં પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો હતો. સહરાવતે ફાઇનલ મુકાબલામાં સમાનબેકોવને 9-4 થી માત આપી હતી. દિલ્હીના પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરનાર સહરાવતે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિકુતો અરાઇને 7-1 થી માત આપી હતી અને જે પછી સેમિફાઇનલ મુકાબલામાં ચીનના વાનહાઓ ઝૂને 7-4 હરાવ્યો હતો.

ગત વર્ષે અંડર-23 વિશ્વ ચેમ્પિયનશીપમાં જીત મેળવનાર અમન સહરાવતે 2023 સત્રમાં બીજા સ્થાનનો પોડિયમ હાંસિલ કર્યો હતો. તેણે ફેબ્રુઆરીમાં જાગરેબ ઓપનમાં પણ કાંસ્ય પદક જીત્યો હતો. બે અન્ય કુશ્તીબાજ પણ ગુરૂવારે કાંસ્ય પદકના મુકાબલામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા. દિપક કુકના (79 કિલોગ્રામ) અને દિપક નેહરા (97 કિલોગ્રામ) પોતાના સેમિફાઇનલમાં મુકાબલામાં હાર બાદ હવે કાંસ્ય પદકના મુકાબલામાં ભાગ લેશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભારતે પ્રતિયોગિતામાં 12 પદક જીત્યા

અનુજ કુમાર (65 કિલોગ્રામ) અને મુલાયમ યાદવ (70 કિલોગ્રામ) પદક રાઉન્ડમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યા હતા. ભારતે અત્યાર સુધી પ્રતિયોગિતામાં 12 પદક જીત્યા છે. ગ્રીકો રોમન કુશ્તીબાજોએ ચાર પદક જીત્યા છે જ્યારે મહિલા કુશ્તીબાજોએ સાત પદક પોતાના નામ કર્યા છે.

અંડર-23 માં વિશ્વ ચેમ્પિયન રહ્યો છે અમન સહરાવત

અમન સહરાવત 11 વર્ષની ઉંમરે અનાથ થઇ ગયો હતો. તેના કાકાએ પછી તેને મોટો કર્યો હતો અને તેને અખાડામાં ટ્રેનિંગ અપાવી હતી. અમન સહરાવતે સૌપ્રથમ હરિયાણામાં ટ્રેનિંગની શરૂઆત કરી હતી. બિરોહર ગામના લોકલ અખાડામાં તેણે પહેલા ટ્રેનિંગ શરૂ હતી જે પછી તેણે પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. તે 2021માં નેશનલ ચેમ્પિયન બન્યો હતો જે પછી અંડર-23 એશિયન અને વર્લ્ડ ટાઇટલ તેણે વર્ષ 2022માં જીત્યા હતા.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">