AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી, 32 વર્ષની ઉંમરે લીધો નિર્ણય

ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ગોલકીપર અદિતિ ચૌહાણે પ્રોફેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અદિતિ ચૌહાણે ભારતીય મહિલા ટીમ માટે 57 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. અદિતિ ઈંગ્લેન્ડમાં વેસ્ટ હેમ યુનાઈટેડ માટે રમનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર છે.

સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી, 32 વર્ષની ઉંમરે લીધો નિર્ણય
Aditi Chauhan announces retirementImage Credit source: Aditi Chauhan/Instagram
| Updated on: Jul 16, 2025 | 8:51 PM
Share

ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ગોલકીપર અદિતિ ચૌહાણે પોતાના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 57 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ તેણે પ્રોફેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પ્રોફેશનલ ફૂટબોલમાં અદિતિ ચૌહાણનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેના ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે. અદિતિએ તેની ફૂટબોલ કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ઈંગ્લેન્ડમાં વેસ્ટ હેમ યુનાઇટેડ માટે રમનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર છે.

અદિતિ ચૌહાણે પ્રોફેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી

અદિતિ ચૌહાણે 2011માં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો હતો. તેણીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી છે. અદિતિએ 2014માં લોફબરો યુનિવર્સિટીમાંથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં MSc પૂર્ણ કર્યું અને તેની ફૂટબોલ ટીમની કેપ્ટનશીપ પણ કરી. ઓગસ્ટ 2015માં, તે વેસ્ટ હેમ યુનાઈટેડ ટીમમાં જોડાઈ. તેણીએ કોવેન્ટ્રી લેડીઝ સામે વેસ્ટ હેમ યુનાઈટેડ માટે ડેબ્યૂ કર્યું. તેણીની ડેબ્યૂ મેચ ખૂબ જ ખરાબ રહી અને વેસ્ટ હેમ યુનાઈટેડને 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લિશ લીગમાં રમનાર પ્રથમ ભારતીય મહિલા

જોકે, તે ઈંગ્લિશ લીગ ફૂટબોલમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તે બે સિઝન માટે ક્લબ સાથે રહી અને 2018ની શરૂઆતમાં ભારત પરત ફરી હતી. અદિતિ 2018માં ભારતીય ઘરેલુ ફૂટબોલમાં ઈન્ડિયા રશ ટીમમાં જોડાઈ. આ પછી, તેણીએ ગોકુલમ કેરળ એફસી ટીમ વતી 2019-20 ઈન્ડિયા વિમેન્સ લીગમાં ભાગ લીધો. તેણીએ ઈન્ડિયન વિમેન્સ લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.

અદિતિ ચૌહાણની ખાસ સિદ્ધિ

અદિતિ ચૌહાણે ટીમ ઈન્ડિયા તરફથી રમતી વખતે 2016 અને 2019 સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. એટલું જ નહીં, તેણે 2012, 2016 અને 2019માં ટીમ ઈન્ડિયા માટે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. તે ભારતની શ્રેષ્ઠ ગોલકીપરોમાંની એક છે. અદિતિ ચૌહાણને ફૂટબોલમાં ઘણો અનુભવ છે અને ટીમ ઈન્ડિયાને તેની ખોટ પડશે.

આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સમાં ભારતની હાર બાદ ટીકાઓનો વરસાદ, અશ્વિન-પઠાણ-કૈફે ઊઠાવ્યા સવાલ

ફૂટબોલ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">