ISL: એટીકે મોહન બગાને અંતિમ ક્ષણે કેરાલા બ્લાસ્ટર્સની જીત છીનવી લીધી અને નંબર 1 ના સ્થાને પહોંચ્યું
કોચ હુઆન ફેર્રાંડોની ટીમ મોહન બગાને એક પોઇન્ટના અંતરથી હૈદરાબાદ એફસીને પાછળ છોડીને પહેલું સ્થાન મેળવી લીધું છે. બગાને 16 મેચમાં 30 પોઇન્ટ મેળવ્યા છે.

કેરળ બ્લાસ્ટર્સ (Kerala Blasters FC) અને એટીકે મોહન બગાન (ATK Mohan Bagan) વચ્ચે શનિવારે રોમાંચક મેચ અંતે 2-2થી ડ્રો રહી હતી. વાસ્કો ડે ગામા સ્થિત તિલક મેદાન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અંતિમ ક્ષણે 10 ખેલાડીઓ સાથે રમાયેલ છતાં મરૂન એન્ડ ગ્રીન બ્રિગેડે જોની કાઉકોના ગોલની મદદથી કેરળ બ્લાસ્ટર્સ પાસેથી જીત છીનવી લીધી હતી. આ ડ્રો મેચથી મોહન બગાન ઇન્ડિયન સુપર લીગ (Indian Super League) 2021-22ના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.
કોચ હુઆન ફેર્રાંડોની ટીમ બગાન ટીમે એક પોઇન્ટના અંતરથી હૈદરાબાદ એફસીને પાછળ છોડી દીધી હતી. બગાન 16 મેચમાં 30 પોઇન્ટ મેળવી લીધા છે. તો આ રોમાંચક ડ્રો થી નિરાશ કેરળ ટીમ ચોથા સ્થાન પર રહી હતી. કોચ ઇવાન વુકોમૈનોવિકન ટીમ 16 મેચમાં 27 પોઇન્ટ લઇ ચુકી છે.
સાતમી મિનિટમાં ખાતુ ખુલી ગયું
મેચમાં પહેલો ગોલ સાતમી મિનિટે થયો. જ્યારે સુકાની એડ્રિયન લુનાએ કેરળ બ્લાસ્ટર્સ એફસીને 1-0થી લીડ અપાવી. ઉરુગ્વેના એટેકિંગ મિડફિલ્ડરે ડી-બોક્સની બહાર મિલી ફ્રી-કીકને રાઇટ ફૂટર શોટ લગાવ્યો અને બોલ ડિફેંસિવ વોલની ઉપરથી નિકળીને ગોલ પોસ્ટમાં જતો રહ્યો અને ગોલકીપર અમરિંદર સિંહ જોતો રહી ગયો. કારણ કે તે આ પ્રકારના ગોલની જરા પણ અપેક્ષા કરી રહ્યા ન હતા. ફ્રી-કીકની તક કેરળને ત્યારે મળી, જ્યારે કાર્લ મૈગ્યુને સહલ અબ્દુલ સમદને પાછળથી પાડીને ફાઉલ કરાવી દીધું.
આવી રીતે સ્કોર બરોબરી પર પહોંચ્યો
મેચમાં આઠમી મિનિટે ઓસ્ટ્રેલિયાના ફોરવર્ડ ડેવિડ વિલિયમ્સે ગોલ કરીને મોહન બગાનનો સ્કોર 1-1ની બરોબરી પર લાવી દીધો હતો. જોની કાઉકોએ એક થ્રુ-પાસ બોક્સની અંડર બોલ નાખ્યો, તેના પર પ્રીતમ કોટાલે જમણા ફ્લેકથી ક્રોસ નાખ્યો અને વિલિયમ્સ આગળ દોડતા ફૂટર શોટ લગાવીને ગોલપોસ્ટની અંદર બોલને પહોંચાડ્યો. ગોલકીપરે ગોલ બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા પણ તેમાં તે નિષ્ફળ રહ્યો હતો.
લુનાએ બીજો ગોલ કર્યો
64મી મિનિટે એડ્રિયન લુનાએ પોતાનો બીજો શાનદાર ગોલ કરી કેરળનો સ્કોર 2-1થી આગળ કર્યો. આ ગોલમાં પુટિઆએ બોલને બોક્સની ડાબી બાજી હાજર ઉરુગ્વેના અટેકિંગ મિડફિલ્ડર સુધી પહોંચાડ્યો. લુનાએ પોતાનો સમય લીધો અને રાઇટ ફૂટર શોટથી બોલને ગોલપોસ્ટના બીજા કિનારે પહોંચાડી દીધો, જ્યારે ગોલકીપર અમરિંદરની પાસે ગોલ બચાવવા માટે જરા પણ તક મળી ન હતી.
અંતિમ સમયે મેચ ડ્રો રહી
સાત મિનિટના સ્ટોપેજ ટાઇમના અંતિમ ક્ષણોએ ફિનલેન્ડના મિડફીલ્ડર જોની કાઉકોના ગોલથી મોહન બગાને સ્કોર 2-2થી બરોબરી પર લાવી દીધો. સંઘર્ષથી ભરેલ રોમાંચક ડ્રો મેચ બાદ બંને ટીમો વચ્ચે સિઝનમાં રમાયેલ મેચમાં મોહન બગાનનું પલડું ભારે રહ્યું. કારણ કે આ પહેલા જ્યારે પહેલા ચરણમાં આ બંને ટીમો સામ સામે ટકરાઇ હતી તો મોહન બગાને હાઈ-સ્કોરિંગ મેચ 4-2થી જીતી લીધી હતી.
આ પણ વાંચો : PSL : ઇંગ્લેન્ડ માટે માત્ર 1 મેચ રમ્યો, હવે પાકિસ્તામાં મચાવી રહ્યો છે તોફાન, 208ની સ્ટ્રાઇક રેટથી ફટકારી સદી
આ પણ વાંચો : અમદાવાદમાં પહેલીવાર ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ રમાશે, ઝીલ દેશાઈ ટોપ સીડ ખેલાડી