Paris Olympics 2024: આ ખેલાડીની 18 વર્ષની લાંબી કારકિર્દીનો અંત ઓલિમ્પિક મેડલ સાથે થયો
ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત કરી દીધી છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમના એક સિનિયર ખેલાડીએ પણ સંન્યાસ લઈ લીધો છે. આ ખેલાડીએ ભારત માટે 300 થી વધુ મેચ રમી છે.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં તેની છેલ્લી મેચ સ્પેન સામે રમી હતી, આ મેન્સ હોકીની બ્રોન્ઝ મેડલ મેચ હતી. આ મેચમાં ભારતીય ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય હોકીનો આ 13મો મેડલ છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમના એક ખેલાડીની કારકિર્દીનો પણ અંત આવી ગયો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા ગોલકીપર પીઆર શ્રીજેશ છે.
18 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવ્યો
ભારતના અનુભવી ગોલકીપર અને હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક પહેલા જ જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હશે. પીઆર શ્રીજેશ ભારત માટે કુલ 4 ઓલિમ્પિક રમ્યો હતો અને ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ પણ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, પીઆર શ્રીજેશે પોતાના કરિયરની શરૂઆત 2004માં જુનિયર ટીમથી કરી હતી, ત્યારબાદ તે 2006માં સિનિયર ટીમ સાથે જોડાયો હતો.
We will miss you legend, PR Sreejesh.
@sportwalkmedia !@WeAreTeamIndia @Paris2024 @TheHockeyIndia @16Sreejesh
Pics belong to… pic.twitter.com/fwS6D46LCS
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
ભારતનો સૌથી સફળ ખેલાડી
તે 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. આ ઉપરાંત, શ્રીજેશ 2018 માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા ટીમ, ભુવનેશ્વરમાં 2019 FIH મેન્સ સિરીઝ ફાઈનલની ગોલ્ડ મેડલ વિજેતા ટીમ અને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે.
શ્રીજેશ આ પુરસ્કારોથી સન્માનિત
પીઆર શ્રીજેશને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેને વર્ષ 2021માં વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ જીતનાર તે ભારતનો માત્ર બીજો ખેલાડી છે. તે 2021 અને 2022માં FIH ગોલકીપર ઓફ ધ યર પણ બન્યો છે. તેની કારકિર્દી દરમિયાન તેને ભારતીય ટીમની કમાન સંભાળવાની તક પણ મળી હતી.
As I stand between the posts for the final time, my heart swells with gratitude and pride. This journey, from a young boy with a dream to the man defending India’s honour, has been nothing short of extraordinary.
Today, I play my last match for India. Every save, every dive,… pic.twitter.com/pMPtLRVfS0
— sreejesh p r (@16Sreejesh) August 8, 2024
છેલ્લી મેચ પહેલા શ્રીજેશે ખાસ પોસ્ટ શેર કરી
શ્રીજેશે છેલ્લી વખત મેદાનમાં ઉતરતા પહેલા ચાહકો માટે સોશિયલ મીડિયા પોસ્ટ પર એક નોંધ પણ શેર કરી હતી. શ્રીજેશે લખ્યું, ‘જ્યારે હું છેલ્લી વખત ગોલ પોસ્ટની વચ્ચે ઉભો છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતા અને ગર્વથી ભરાઈ જાય છે. નાના છોકરાના સપનાથી લઈને ભારતના સન્માનની રક્ષા કરનાર વ્યક્તિ સુધીની આ સફર અસાધારણ રહી છે. આજે હું ભારત માટે મારી છેલ્લી મેચ રમી રહ્યો છું. દરેક બચાવ, દરેક ડાઈવ, ભીડની દરેક ગર્જના હંમેશા મારા આત્મામાં ગુંજશે. મારામાં વિશ્વાસ કરવા અને મારી સાથે ઉભા રહેવા બદલ ભારતનો આભાર. આ અંત નથી, પરંતુ સારી યાદોની શરૂઆત છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, સ્પેનને 2-1થી હરાવ્યું