AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFC Asian Cup Qualifiers: ભારત-કંબોડિયા મેચ પહેલા સુનીલ છેત્રીએ ટીમને આપી ચેતવણી, બંન્ને ટીમ વચ્ચે બુધવારે ટક્કર

India vs Cambodia, AFC Asian Cup Qualifiers:સુનીલ છેત્રી (Sunil Chettri)ની કપ્તાનીમાં ભારતીય ફૂટબોલ ટીમ બુધવારે કંબોડિયા સામે ટકરાશે. કંબોડિયાની રેન્કિંગ 171 છે, તેથી ટીમ ઈન્ડિયા પાસે જીતવાની મોટી તક છે. જોકે, મેચ પહેલા કેપ્ટને પોતાના ખેલાડીઓને મેચને હળવાશથી લેવાની ચેતવણી આપી છે.

AFC Asian Cup Qualifiers: ભારત-કંબોડિયા મેચ પહેલા સુનીલ છેત્રીએ ટીમને આપી ચેતવણી, બંન્ને ટીમ વચ્ચે બુધવારે ટક્કર
ભારત-કંબોડિયા મેચ પહેલા સુનીલ છેત્રીએ ટીમને ચેતવણી આપીImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 5:39 PM
Share

AFC Asian Cup Qualifiers: પ્રભાવશાળી સ્ટ્રાઈકર સુનીલ છેત્રીના નેતૃત્વમાં ભારત પાંચમી વખત AFC એશિયન કપ ફાઈનલ (AFC Asian Cup Qualifiers)માં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશે. બુધવારે ભારતનો મુકાબલો કંબોડિયા સામે છે, જેની સામે ટીમ ઈન્ડિયાને મોટી જીત મળવાની આશા છે. ભારતીય ટીમ હાલમાં વિશ્વ રેન્કિંગમાં 106માં સ્થાને છે, જ્યારે કંબોડિયા તેનાથી 65 સ્થાન નીચે 171માં સ્થાને છે. છેત્રી આ મેચમાં પોતાનો 80મો ગોલ કરવાનો પ્રયાસ કરશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) (188 મેચમાં 117 ગોલ) અને લિયોનેલ મેસી (162 મેચમાં 86 ગોલ) કરી રહ્યા છે. આ બંને સાથે કોઈની સરખામણી ન થઈ શકે, પરંતુ છેત્રી પાસે આ ટૂર્નામેન્ટમાં મેસ્સીને પાછળ છોડવાની તક મળશે. ગ્રુપ ડીમાં આ બે ટીમો સિવાય અફઘાનિસ્તાન (150) અને હોંગકોંગ (147) સામેલ છે. આવી સ્થિતિમાં છેત્રી પાસે ગોલ કરવાની તક રહેશે.

સુનીલ છેત્રીએ કહ્યું – તમારે કોઈપણ સંજોગોમાં ક્વોલિફાય કરવાનું છે

છેત્રી તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને 37 વર્ષીય કેપ્ટન માટે એશિયન કપ માટે ક્વોલિફાય થવું ખાસ રહેશે. ચીનના ખસી જવાને કારણે આગામી એશિયન કપ 2023ના અંતમાં અથવા 2024માં યોજાશે અને આવી સ્થિતિમાં છેત્રી તેને પોતાની શાનદાર કારકિર્દીનો અંતિમ ગઢ માની શકે છે. પોતાની 126મી મેચ પહેલા છેત્રીએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો અને કહ્યું ‘હું ક્વોલિફાઈ કરવા ઈચ્છું છું. હું ત્યાં નહીં હોઉં તો મારો દેશ હશે.

તેણે આ પહેલા રમાયેલી ત્રણેય આંતરરાષ્ટ્રીય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તે દરમિયાન, તેઓ ઈન્ડિયન સુપર લીગ ટીમ એટીકે મોહન બાગાન સામે 1-2થી હારી ગયા, જ્યારે તેઓએ આઈ-લીગ ઓલ સ્ટાર્સની ટીમને 2-1થી હરાવ્યું, પરંતુ સંતોષ ટ્રોફીની ઉપવિજેતા બંગાળે તેમને 1-1થી ડ્રો પર રોક્યા.

છેત્રીએ ખેલાડીઓને ચેતવણી આપી

ભારતીય ટીમે સાત મહિના કરતાં પણ વધુ સમય પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છેલ્લી મેચ જીતી હતી, જ્યારે તેણે 16 ઓક્ટોબર 2021ના રોજ SAIF ચેમ્પિયનશિપની ફાઈનલમાં નેપાળને 3-0થી હરાવ્યું હતું. પરંતુ તાજેતરના પરિણામો ઈગોર સ્ટિમેકના કોચિંગ હેઠળની ટીમ માટે ખૂબ જ નિરાશાજનક હતા. છેત્રીએ તેના સાથી ખેલાડીઓને ચેતવણી આપી છે કે જો તેઓ કંબોડિયા સામે સારું પ્રદર્શન નહીં કરે તો અડધી લડાઈ અહીં જ હારી જશે.

છેત્રીએ કહ્યું, ‘અમે તેમની સાથે પ્રથમ મેચ રમી રહ્યા છીએ. જો અમે કંબોડિયા સામે સારો દેખાવ ન કરીએ તો તેનો અર્થ એ છે કે તમે તમારી અડધી લડાઈ હારી ગયા છો. અત્યાર સુધી અમે ફક્ત કંબોડિયા વિશે જ વિચારી રહ્યા છીએ, શક્ય તેટલા વધુ વીડિયો જોઈ રહ્યા છીએ. એકવાર અમે આ મેચ રમીશું, પછી અમે અફઘાનિસ્તાન વિશે વિચારીશું. અફઘાનિસ્તાન પણ મજબૂત છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">