સાનિયા મિર્ઝાએ પોતાની છેલ્લી Wimbledon બનાવી યાદગાર, પ્રથમ વખત મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી

પહેલી વખત છે જ્યારે Wimbledonની મિક્સ ડબ્લસની સેમીફાઈનલમાં પહોંચી છે,છઠ્ઠી ક્રમાંકિત સાનિયા અને પેવિકે તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ ચોથા ક્રમાંકિત પીયર્સ અને ડાબ્રોવસ્કી સામે 6-4 3-6 7-5થી જીતી હતી

સાનિયા મિર્ઝાએ પોતાની છેલ્લી Wimbledon બનાવી યાદગાર, પ્રથમ વખત મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી
સાનિયા મિર્ઝાએ પોતાનું છેલ્લું Wimbledon બનાવ્યું યાદગાર
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 05, 2022 | 12:07 PM

Wimbledon : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)એ તેની છેલ્લી વિમ્બલ્ડનને યાદગાર બનાવી લીધી છે. તેણે પોતાની શાનદાર રમત દેખાડી હતી. જે ગ્રાસ કોર્ટ પર રમાનાર આ ગ્રાન્ડસ્લૈમમાં પહેલા ક્યારે પણ કર્યું નથી, સાનિયા ક્રોએશિયન પાર્ટનર મેટ પેવિકની સાથે મિક્સ ડબ્લની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવું પહેલી વાર થયું છે જ્યારે વિમ્બલ્ડન (Wimbledon)ની આ ઈવેન્ટમાં સેમીફાઈનલમાં પહોંચી છે, 6ઠ્ઠી ક્રમાંકિત સાનિયા (Sania Mirza) અને પેવિકની જોડીએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નંબર 4 સીડ પીયર્સ અને ડાબ્રોવસ્કી વિરુદ્ધ 6-4,3-6,7-5થી જીત મેળવી છે

વિમ્બલ્ડનની સેમીફાઈનલમાં સાનિયા અને પેવિકનો મુકાબલો બીજા ક્વાર્ટર ફાઈનલની વિજેતા જોડી સાથે થશે. સાનિયાએ ટૂર્નામેન્ટની મહિલા ડબ્લસમાં ભાગ લીધો હતો પરંતુ ત્યાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો

સેમીફાઈનલમાં એક પગલું આગળ વધી

સાનિયા અને પેવિકની જોડી મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં વૉક ઓવર મળી હતી. પ્રથમ રાઉન્ડમાં તેમણે સ્પેનના ડેવિડ વેગા અને જૉર્જિયાની નટેલા જાલામિદોજને 6-4,3-6,7-6થી હાર આપી હતી.હવે તેણે ક્વાર્ટર મેચમાં પણ શાનદાર અંદાજમાં જીતી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં સાઈનાની રમત ટૉપ ક્લાસ જોવા મળી.ક્રોએશિયાના પાર્ટનરની સાથે તેની જુગલબંદી કમાલની રહી હતી, જેના કારણે તે કરિયરમાં પહેલી વખત વિમ્બલડનની મિક્સ ડબલ્સની સેમીફાઈનલમાં પહોંચી છે

ખિતાબની સાથે વિમ્બલડનનો અંત કરવા માંગશે સાનિયા

સાનિયા મિર્ઝાની આ છેલ્લી વિમ્બલડન છે, જેને યાદગાર તે પહેલી વખત મિક્સ ડબલ્સની સેમીફાઈનલમાં પહોંચી બનાવી ચૂકી છો, પરંતુ કામ હજુ અધરું છુ, સાનિયાની ઈચ્છા છે કે, તે ગ્રાસ કોર્ટના આ સૌથી મોટા ગ્રાઉન્ડ પર તેની સફરનો અંત ખિતાબી જંગ જીતે, ભારતીય ટેનિસ માટે તે એક શાદાર મિસાલ બની શકે.

સાનિયા મિર્ઝા મિક્સ ડબલ્સની સેમીફાઈનલમાં તો પ્રથમ વખત પહોંચી ચૂકી છે પરંતુ મહિલા ડબલ્સની સુધીની સેમીફાઈનલ સુધીની સફર વિમ્બલ્ડનમાં 2 વખત કરી ચૂકી છે,

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati