Live મેચમાં ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાનમાં જ થયું મોત, જુઓ વીડિયો

પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીનું કરૂણ મોત થયું હતું. મૃત્યુ પણ એવું થયું છે કે જોનારનો આત્મા કંપી જાય. યુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા કોકા વચ્ચેની મેચ દરમિયાન, એક ખેલાડી પર વીજળી પડવાથી મૃત્યુ પામ્યો હતો.

Live મેચમાં ખેલાડીના માથા પર પડી વીજળી, મેદાનમાં જ થયું મોત, જુઓ વીડિયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2024 | 8:06 PM

રમત ગમતના મેદાનમાં અનેક ખેલાડીઓએ કોઈને કોઈ કારણોસર જીવ ગુમાવ્યા છે. ઘણીવાર ખેલાડીઓ ઈજાના કારણે મૃત્યુ પામે છે, પરંતુ પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન કુદરતી આફતના કારણે એક ખેલાડીનું મોત થયું હતું. પેરુમાં Uventud Bellavista અને Familia Coca વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી. તે દરમિયાન ભારે વરસાદ શરૂ થયો હતો.

સામાન્ય રીતે વરસાદ દરમિયાન પણ ફૂટબોલની રમત ચાલુ રહેતી હોય છે. પેરુમાં પણ એવું જ થયું. વરસાદ વરસતો હતો અને મેચ રમાતી હતી, પરંતુ મેચ દરમિયાન આકાશમાંથી વીજળી પડી અને ઘણા ખેલાડીઓ તેની ઝપેટમાં તેની ઝપટમાં આવી ગયા. પરંતુ આ અકસ્માતમાં એક ખેલાડીએ જીવ પણ ગુમાવ્યો હતો. જે ખેલાડીનું મૃત્યુ થયું હતે તેના માથા પર જ આકાશી વીજળી પડી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પેરુમાં લાઈવ મેચમાં દુઃખદ અકસ્માત

પેરુમાં રમાઈ રહેલી આ મેચ દરમિયાન જોરદાર વરસાદ પડવા લાગ્યો, જેના પછી રેફરીએ ખેલાડીઓને રમત બંધ કરીને મેદાનની બહાર આવવા કહ્યું. ખેલાડીઓ મેદાન છોડી રહ્યા હતા પરંતુ અચાનક આકાશમાંથી વીજળી પડી અને 39 વર્ષીય ખેલાડી જોસ હ્યુગો ડી લા ક્રુઝ મેસા તેની ઝપેટમાં આવી ગયા. મેસાને વીજળી પડી હતી અને મેદાનમાં જ તેનું મોત થયું હતું. મેસાના સાથી ખેલાડીઓ પણ વીજળી પડવાથી ખરાબ રીતે દાઝી ગયા. આ ખેલાડીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય એક ખેલાડીની હાલત ગંભીર

મેસાએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હજુ અન્ય ખેલાડીનો જીવ જોખમમાં છે. અહેવાલો અનુસાર, ગોલકીપર જુઆન ચોકા પણ આ દુર્ઘટનામાં ખરાબ રીતે દાઝી ગયા છે અને તે ICUમાં દાખલ છે. રિપોર્ટ્સનું માનીએ તો અકસ્માત બાદ આ મેચ રદ્દ કરવામાં આવી હતી.

જુઓ Live વીડિયો

ભારતમાં પણ બનેલો આવો બનાવ

પેરુ પહેલા ભારતમાં પણ આવો એક કિસ્સો થયો હતો. આ વર્ષે ઝારખંડના સિમડેગામાં વીજળી પડવાથી ત્રણ હોકી ખેલાડીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં વધુ પાંચ ખેલાડીઓ દાઝી ગયા હતા. આ તમામ ખેલાડીઓ વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઉભા હતા. તે દરમિયાન વીજળી પડતા ત્રણ ખેલાડીઓના મોત થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">