Hockey world cup 2023માંથી ભારતીય ટીમ બહાર, ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં મળી હાર
Hockey world cup 2023 : ભારત અને ન્યુઝીલેન્ડની હોકી ટીમ વચ્ચે આજે ક્રોસ ઓવર મેચ રમાઈ હતી. આ મેચ ભારત માટે કરો યા મરો જેવી હતી. આ મેચમાંને જોવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
ઓડિશાના ભુવનેશ્વરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડની હોકી ટીમ પૂર્ણ મેચ રમાઈ હતી. ‘કરો યા મરો’ વાળી આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી.મેચના પ્રથમ હાફમાં સ્કોર 2-1 સાથે સાથે ભારતના પક્ષમાં રહ્યો હતો. મેચમાં અંતિમ 2 કવાર્ટર મહત્વપૂર્ણ હતા. મેચના અંતિમ કવાર્ટરમાં સ્કોર 3-3ની બરાબરી પર હતો. 1અંતિમ 10 સેકેન્ડમાં ન્યુઝીલેન્ડની ટીમ ગોલ કરવાની સ્વર્ણ તક ચૂકી ગઈ હતી. જેને કારણે મેચ ફૂલ ટાઈમ એટલે કે 60 મિનિટની રમત પછી પણ 3-3થી ડ્રો રહી હતી. બે પેનલ્ટી શૂટઆઉટ બાદ ભારતની આ મેચમાં હાર થઈ હતી.
અંતે કવાર્ટર ફાઈનલમાં કઈ રીત રમશે તેનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ટોસ જીતી ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌરે ગોલ કરવાની પ્રથમ તક ઝડપી હતી. જણાવી દઈએ કે પેનલ્ટી શૂટઆઉટમાં દરેક ટીમને ગોલ કરવાની 5 તક આપવામાં આવે છે. જેમાં દરેક તકમાં 8 સેકેન્ડનો સમય આપવામાં આવે છે. આ પેનલ્ટી શૂટઆઉટમાં પણ સ્કોર 3-3ની બરાબરી પર રહેતા બીજીવાર પેનલ્ટી શૂટઆઉટ થયું હતું.
બીજી પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ બચાવતા સમયે ભારતનો સ્ટાર ગોલકીપર શ્રીજેશ ઘાયલ પણ થયો હતો. તેની જગ્યાએ પાઠક મેદાનમાં ઉતર્યો હતો. અંતે 4-5ના સ્કોરથી ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી કવાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.24 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી બેલ્જિયમ હોકી ટીમ સામે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. આ મેચ ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં જ રમાશે. ક્રોસ ઓવર મેચમાં જીત થતા ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમની ટીમ વચ્ચે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.
ક્રોસ ઓવર મેચની 60 મિનિટમાં શું થયું ?
કલિંગા સ્ટેડિયમમાં ઉમટયા દર્શકો
#INDvsNZL #OdishaForHockey #HockeyWorldCup2023 #HockeyComesHome #HockeyWorldCup #IndiaKaGame pic.twitter.com/CbyzycckSx
— Odisha Sports (@sports_odisha) January 22, 2023
…!!#HWC2023 #HockeyComesHome #HockeyHaiDilMera #HockeyWorldCup2023 #OdishaForHockey pic.twitter.com/5nsymvIcXO
— Odisha Sports (@sports_odisha) January 22, 2023
ભારત અને ન્યુઝીલેન્ડની આ ક્રોસ ઓવર મેચ જોવા માટે મોટી સંખ્યમાં દર્શકો હાજર રહ્યાં હતા. ભારતીય હોકી ટીમના સપોર્ટમાં તાળીઓ વગાડતા અનેક ફેન્સ ભુવનેશ્વરના આ કલિંગા સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.
આ ટીમો 0 પોઈન્ટ સાથે વર્લ્ડ કપમાંથી બહાર થઈ
13 જાન્યુઆરીથી ઓડિશામાં શરુ થયેલી મેચ હવે ક્રોસ ઓવર મેચ સુધી પહોંચી છે. ગ્રુપ એમાં સાઉથ આફ્રીકાની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ બીમાં જાપાનની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ સીમાં ચીલીની ટીમ 0 પોઈન્ટ સાથે અને ગ્રુપ ડીમાં વેલ્સની ટીમ 0 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. આ સાથે આ તમામ ટીમો હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.
આ ટીમો સીધી પહોંચી વર્લ્ડ કપની કવાર્ટર ફાઈનલમાં
- ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયાની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી અને એક મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 20 ગોલ કર્યા હતા.
- ગ્રુપ બીમાં બેલ્જિયમની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી અને 1 મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 14 ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની સાથે સાથે બેલ્જિયમની ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
- ગ્રુપ સીમાં નેધરલેન્ડની હોકી ટીમ 9 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે તમામ મેચ જીતી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 22 ગોલ કર્યા હતા. આ ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
- ગ્રુપ ડીમાં ઈંગ્લેન્ડની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી હતી અને 1 મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 9 ગોલ કર્યા હતા. આ ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.