Hockey: ભારતીય હોકીના 3 દિગ્ગજો CWG 2022 માટે નિવૃત્તીથી પરત ફર્યા, પૂર્વ કેપ્ટન સરદાર સિંહને કોચ બનાવ્યા

હોકી ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) માટે તેમની મુખ્ય ટીમો મોકલવાને બદલે તેઓ વધુ મહિલા અને પુરુષોની A ટીમો મોકલશે.

Hockey: ભારતીય હોકીના 3 દિગ્ગજો CWG 2022 માટે નિવૃત્તીથી પરત ફર્યા, પૂર્વ કેપ્ટન સરદાર સિંહને કોચ બનાવ્યા
Rupinder Pal Singh એ નિવૃત્તી લીધી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:10 AM

આ વર્ષે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Birmingham CWG 2022) માં ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) ભાગ લેશે, પરંતુ આ મુખ્ય ટીમો નહીં હોય, પરંતુ મહિલા અને પુરુષોની ઈવેન્ટ માટે ભારતની A ટીમો હશે. હોકી ઈન્ડિયાએ તાજેતરમાં આ માહિતી આપી હતી. હવે આ મોરચે મોટી માહિતી સામે આવી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનવા માટે બે સિનિયર ખેલાડીઓ નિવૃત્તિ લઈને પરત ફરી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમના રુપિન્દર પાલ સિંહ (Rupinder Pal Singh) અને બિરેન્દર લાકરા નિવૃત્તિ લઈને પરત ફર્યા છે. તેના સિવાય અનુભવી ફોરવર્ડ એસવી સુનીલ પણ નિવૃત્તિમાંથી પરત ફરી રહ્યો છે. આ ત્રણેય ખેલાડીઓએ ગયા વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ ટુર્નામેન્ટ માટે ભારતીય A ટીમને તાલીમ આપવા માટે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી સરદાર સિંહને પુરૂષ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, ભૂતપૂર્વ સ્ટ્રાઈકર દીપક ઠાકુરને મહિલા ‘A’ હોકી ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. આ બંને ટીમો માત્ર બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં જ ભાગ લેશે. CWG પછી યોજાનારી મહત્વની એશિયન ગેમ્સની તૈયારીઓને કારણે ભારતની મહિલા અને પુરુષ હોકીની મુખ્ય ટીમો બર્મિંગહામ જશે નહીં.

33 ખેલાડીઓના ગ્રુપમાં સ્થાન મેળવ્યું

હોકી ઈન્ડિયાએ 5 માર્ચ શનિવારના રોજ ઈન્ડિયા ‘A’ પુરૂષો અને મહિલા કોર સંભવિત જૂથ માટે 33-33 ખેલાડીઓના નામની પણ જાહેરાત કરી હતી. હોકી ઈન્ડિયાના પ્રમુખ જ્ઞાનેન્દ્રો નિંગોમ્બમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દીપક ઠાકુર અને સરદાર સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ રાષ્ટ્રીય કોચિંગ કાર્યક્રમમાં જોડાઈને અમને આનંદ થાય છે. તેના અનુભવથી ખેલાડીઓને ઘણો ફાયદો થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નિવૃત્તિમાંથી પરત ફરેલા ત્રણ ખેલાડીઓને પસંદગી માટે લાયક 33 મેન્સ કોર સંભવિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. બંને ટીમો 7 માર્ચથી બેંગલુરુના સાઈ સેન્ટરમાં રાષ્ટ્રીય શિબિર શરૂ કરશે.

હોકી ઈન્ડિયાએ નિર્ણય બદલવો પડ્યો

હોકી ઈન્ડિયાએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તેઓ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા અને પુરૂષ ટીમ નહીં મોકલે. ફેડરેશને કહ્યું હતું કે તે એશિયા કપની વધુ મહત્વની ઇવેન્ટ માટે ટીમને તૈયાર કરશે. ફેડરેશનના આ નિર્ણય પર ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ નરિન્દર બત્રાએ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય IOA અને રમત મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે. આ પછી હોકી ઈન્ડિયાએ પોતાનો નિર્ણય બદલ્યો અને A ટીમો મોકલવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: ટીમ ઇન્ડિયા પ્રથમ વાર બની શકે છે વિશ્વ વિજેતા, જાણો 3 મોટા કારણો

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">