AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFAના પ્રતિબંધ બાદ ઉઝબેકિસ્તાનમાં ફસાઈ 23 મહિલા ખેલાડીઓ, PM મોદી પાસે મદદ માંગી

ભારતીય મહિલા ખેલાડી AFC મહિલા ક્લબ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનમાં ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ ટીમને ફીફાએ લીધેલા નિર્ણયની જાણ થઈ.

FIFAના પ્રતિબંધ બાદ ઉઝબેકિસ્તાનમાં ફસાઈ 23 મહિલા ખેલાડીઓ, PM મોદી પાસે મદદ માંગી
FIFAના પ્રતિબંધ બાદ ઉઝબેકિસ્તાનમાં ફસાય 23 મહિલા ખેલાડીઓImage Credit source: Gokulam Kerala FC Twitte
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 6:09 PM
Share

Indian Football : ફીફાએ ભારતીય ફુટબોલ ફેડરેશન (Indian Football Federation)પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ 23 ભારતીય મહિલા ખેલાડી ઉઝબેકિસ્તાનમાં ફસાઈ ગઈ છે. ગોકુલમ કેરળ FCએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી મદદ માંગી છે. ગોકુલમ કેરળની ટીમ AFC મહિલા ક્લબ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાન પહોંચી હતી. આ વચ્ચે ફીફા (FIFA)એ ભારતીય ફુટબોલ ફેડરેશન (AIFF) પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે ટીમને ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની મંજુરી મળી રહી નથી. ટૂર્નામેન્ટનું આયોજન 20 ઓગ્સ્ટથી થશે. ટીમે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખી મદદ માંગી છે.

પહોંચ્યા બાદ જાણકારી મળી

વડાપ્રધાને પત્ર લખી ક્લબે કહ્યુ કે, અમારું ક્લબ ગોકુલમ એફસી ભારતીય મહિલા ફુટબોલ ચેમ્પિયન છે. 26 મે 2022ના ચેમ્પિયન બન્યા બાદ અમે ઉઝબેકિસ્તાનમાં યોજાનાર AFC મહિલા ક્લબ ચેમ્પિયનશિપમાટે ક્વોલિફાય કર્યું હતુ. અમારી ટીમ 16 ઓગસ્ટ સવારે કોઝીકોડ થી તાશકંદ પહોંચી, ત્યાં પહોંચ્યા બાદ અમને કેટલાક મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, FIFA એ AIFF પર પ્રતિબંધ મૂક્યો છે અને જ્યાં સુધી સસ્પેન્શન ઉઠાવવામાં ન આવે ત્યાં સુધી ક્લબ કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.

પ્રતિબંધ હટાવવામાં પીએમ મદદ કરે

ક્લબે આગળ લખ્યું કે, અમારી પ્રથમ મેચ 23 ઓગસ્ટના રોજ ઈરાન વિરુદ્ધ છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમે 60 દિવસ સુધી સખત મહેનત કરી છે.AFCએ AIFFને પત્ર લખી કહ્યું કે, અમારી ક્લબ આ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે યોગ્ય નથી.AIFFએ અમારી ક્લબનો પત્ર મોકલ્યો નથી. જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ પ્રતિબંધ એક બે દિવસમાં દુર કરી શકાય છે. અમારા 23 ખેલાડી નિરાશ છે.કારણ કે અમારી તૈયારી માનસિક અને શારીરિક રીતે બગડી ગઈ હતી. ક્લબે લખ્યું છે કે અમને કોઈપણ દોષ વિના અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે ફીફાએ આ પગલું ભર્યું

ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન(Indian Football Federation)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફૂટબોલ ફેડરેશનમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે ફીફાએ આ પગલું ભર્યું છે. AIFFના સસ્પેન્શનની અસર ભારતમાં યોજાનાર મહિલા અંડર-17 વર્લ્ડ કપ પર પણ પડી છે. તે પણ હવે સ્થગિત છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">