બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, કોચ અને સમગ્ર પરિવાર સામે FIR દાખલ
આ વર્ષે બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને (Lakshya Sen) ગોલ્ડ મેડલ જીત્યો હતો.લક્ષ્ય પર ઉંમરને લઈને છેતરપિંડીનો આરોપ છે.

અર્જુન એવોર્ડ વિજેતા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન મોટી મુશ્કેલીમાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર લક્ષ્ય પર ઉંમરને લઈને છેતરપિંડીનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગ્લોરમાં જ એકેડેમી ચલાવી રહેલા નાગરાજા એમજીની ફરિયાદ બાદ લક્ષ્ય સેન અને તેમની એકેડમી (પ્રકાશ પાદુકોણ એકેડમી)ના કોચ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જો કે લક્ષ્ય સેન તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
જે લોકો પર ફરિયાદ દાખલ થઈ છે તેમાં લક્ષ્ય સેન, તેના કોચ વિમલ કુમાર, પિતા ધિરેન્દ્ર સેન, માતા નિર્મલા અને ભાઈ ચિરાગ સામેલ છે. લક્ષ્ય સેનના મોટા ભાઈ ચિરાગ ખુદ બેડમિન્ટનો ખેલાડી રહી ચૂક્યો છે. આ કેસમાં આઈપીસીની અલગ અલગ કલમ લગાડવામાં આવી છે. જેમાં 420 (છેતરપિંડી), 468 (બનાવટી) અને 471 (બનાવટી રેકોર્ડ)ની કલમો સામેલ છે.
લક્ષ્ય સેનની ઉંમર પર મચી ધમાલ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ફરિયાદ કરનાર નાગારાજાનું કહેવું છે કે, વર્ષે 2010માં લક્ષ્યના કોચ અને તેના માતા-પિતાએ ખોટો જન્મ દાખલો બનાવ્યો હતો. આ કારણોસર, મોટી ઉંમર હોવા છતાં, લક્ષ્યાંક વય જૂથ વિવિધ વય જૂથોમાં રમી શકે છે. બર્થ સર્ટિફિકેટ મુજબ લક્ષ્ય સેનનો જન્મ 2001માં થયો હતો જ્યારે નાગરાજાનું કહેવું છે કે આ સ્ટાર ખેલાડીનો જન્મ 1998માં થયો છે.
View this post on Instagram
વિમલ કુમારે આરોપોને ફગાવી દીધા
લક્ષ્ય સેનના કોચ વિમલ કુમારે આ આરોપને ફગાવી દીધા છે. 21 વર્ષના લક્ષ્ય સેને છેલ્લા 12 વર્ષથી પ્રકાશ પાદુકોણ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. વિમલ કુમારે આ આરોપ પર કહ્યું હું જાણતો નથી કે, ફરિયાદ કરનારે શું આરોપ લગાવ્યો છે. મારો આમાં કોઈ રોલ નથી, લક્ષ્ય સેન વર્ષે 2010માં મારી એકેડમીમાં આવ્ય હતો અને મે અન્ય બાળકોની જેમ તેને ટ્રેનિગ આપી હતી. મે સાંભળ્યું કે,મારી અને એકેડમીને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ અમને આના પર કોઈ ફરક પડતો નથી. લક્ષ્ય હાલમાં નંબર વન ખેલાડી છે. તેમણે છેલ્લા 2 વર્ષમાં દેશની દરેક મોટી ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમનો ગોલ્ડ મેડલ પણ સામેલ છે. તેમને બુધવારના રોજ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.