FIFA World Cup 2022 : આજે FIFA WCમાં ગ્રુપ સ્ટેજ મેચનો છેલ્લો દિવસ, જાણો શું હશે ખાસ?
જો આજે (FIFA World Cup 2022) ગ્રુપ સ્ટેજનો રોમાંચનો અંત આવશે તો તેનાથી પણ મોટા રોમાંચની રાહ જોવાશે. કારણ કે, ત્યારબાદ રાઉન્ડ ઓફ 16 એટલે કે નોક આઉટ મેચ સામ-સામે ટકરાશે.

FIFA World Cup 2022માં ગ્રુપ સ્ટેજનો રોમાંચ આજે છેલ્લો દિવસ છે. ફિફા વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આજે એચ અને ગ્રુપ જીમાં હશે એટલે કે, પોર્ટુગલ અને બ્રાઝીલની ટીમ મેદાનમાં હશે પરંતુ આ બંન્ને પહેલા જ રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આજે મોટો સવાલ એ છે કે, આ બંન્ને ટીમોની સાથે આગળ વધનારી બાકી 2 ટીમો કઈ હશે.
ફિફા વર્લ્ડકપ 2022માં ગ્રુપ સ્ટેજ પર આજે 4 મેચ રમાશે. 8 ટીમો વચ્ચે આ 4 મચે રમાશે.જેમાં બ્રાઝીલ અને પોર્ટુગલ સિવાય ઉરુગ્વે, ઘાના, સાઉથ કોરિયા, કેમરૂન, સર્બિયા અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમો મેદાનમાં રમતી જોવા મળશે. બ્રાઝિલ અને પોર્ટુગલ પહેલાથી જ નોકઆઉટમાં છે. આવી સ્થિતિમાં બાકીની ટીમો માટે આજે જીત એકમાત્ર રસ્તો હશે.
3 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે. કવાર્ટર ફાઈનલની મેચો 9થી 11 ડિસેમ્બર વચ્ચે રમાશે, જેમાં 4 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાનલ મેચ, 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ અને 18 ડિસેેમ્બરે ફાઈનલ મેચ રમાશે.
FIFA WCમાં ક્યાં ક્યારે અને કેવી રીતે તમામ મેચ જઈ શકશો
FIFA World Cup 2022માં આજે કઈ ટીમ વચ્ચે મેચ રમાશે ?
ફિફા વર્લ્ડકપમાં આજે 4 મેચ રમાશે. પ્રથમ 2 મેચ ગ્રુપ એચની હશે. જેમાં પહેલી મેચ સાઉથ કોરિયા અને પોર્ટુગલની રમાશે. બીજી ટ્ક્કર ઘાના અને ઉરુગ્વે વચ્ચે હશે. બ્રાઝીલ અને કેમરુનની આજે ત્રીજી મેચ માટે ટક્કર થશે. જ્યારે સર્બિયા અને સ્વિટઝર્લેન્ડ વચ્ચે ચોથી મેચ રમાશે. આ ગ્રુપ જીની મેચ છે.
FIFA World Cup 2022 આજે 4 મેચ ક્યાં સમય પર રમાશે ?
ભારતીય સમય અનુસાર તમામ મેચ આજે રાત્રે રમાશે. સાઉથ કોરિયા અને પોર્ટુગલ વચ્ચે મેચ રાત્રે 8:30 શરુ થશે. આ સિવાય ઘાના અને ઉરુગ્વેની મેચ રાત્રે સાડા 8 કલાકે શરુ થશે. તો બ્રાઝીલ અને કેમરુન અને સર્બિયા અને સિવટઝર્લેન્ડની ટ્ક્કર મોડી રાત્રે 12 કલાકે શરુ થશે.
FIFA World Cup 2022માં આજે 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?
ફિફા વર્લ્ડકપમાં આજે રમાનારી ચારેય મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર હશે.
ફિફા વર્લ્ડકપ 2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?
ફિફા વર્લ્ડકપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા અપ પર કરવામાં આવશે.