FIFA World Cupમાં આજે 8 ટીમો વચ્ચે ટક્કર, જાણો તમારી મનપસંદ મેચની વિગતો

|

Dec 01, 2022 | 9:52 AM

કતાર મહાકુંભમાં આજે પણ ફૂટબોલ (FIFA World Cup)નો રોમાંચ પૂરજોશમાં રહેશે. કેટલીક ટીમોની ગાડી આગળ વધતી જોવા મળશે, જ્યારે કેટલીક ટીમ સ્ટેજ પર જ અટકી જશે.

FIFA World Cupમાં આજે 8 ટીમો વચ્ચે ટક્કર, જાણો તમારી મનપસંદ મેચની વિગતો
FIFA World Cupમાં આજે 8 ટીમો વચ્ચે ટક્કર
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપમાં દરરોજની જેમ આજે પણ 8 ટીમ મેદાનમાં ઉતરશે. આજે કુલ 4 મેચ રમાશે. આજે પણ કતારમાં ફુટબોલનો રોમાંચ પુરજોશમાં છે. કેટલીક ટીમો આગળ વધતી જોવા મળી રહી છે, તો કેટલીક ગ્રુપ સ્ટેજ પર જ અટકી જશે. આ મેચમાં ગ્રુપ ઈ અને ગ્રુપ એફની રમાશે. આ બંન્ને ગ્રુપમાં આજે ટક્કર જોવા મળશે. આજે રમાનારી 4 મેચમાં કઈ ટીમ કોની સાથે ટક્કરાશે. તેનો ટાઈમિંગ શું હશે ચાલો જાણીએ બધું જ

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આજે કઈ કઈ ટીમ ટક્કરાશે. ફિફા વર્લ્ડકપ 2022માં આજે જર્મની અને સ્પેન જેવી ટીમ ટક્કરાશે. આ સિવાય
ક્રોએશિયા, બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, જાપાન અને કોસ્ટા રિકાની ટીમો પણ આજે મેદાનમાં જોવા મળશે.

FIFA WCમાં ક્યારે ક્યાં અને કઈ રીતે તમામ મેચ જોઈ શકશો ?

FIFA World Cup 2022માં આજે કોની વચ્ચે મેચ રમાશે ?

ફિફા વર્લ્ડકપમાં આજે 4 મેચ રમાશે. પ્રથમ મેચ ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે રમાશે. બીજી મેચ કેનેડા અને મોરોક્કોની હશે, આ બંન્ને મેચ ગ્રુપ એફની હશે. જાપાન અને સ્પેન આજે ત્રીજી મેચ માટે ટક્કરાશે. જ્યારે કોસ્ટા રિકા અને જર્મની વચ્ચે ચોથી મેચ રમાશે. આ ગ્રુપ ઈની હશે.

FIFA World Cup 2022માં આજે ચારેય મેચ ક્યાં અને ક્યાં સમય પર રમાશે ?

ભારતીય સમય અનુસાર તમામ મેચ આજે રાત્રે રમાશે. ક્રોએશિયા અને બ્રેલ્જિયમ વચ્ચે રાત્રે 08:30 કલાકે શરુ થશે. આ સિવાય કેનેડા અને મોરક્કોની મેચ રાત્રે સાડા 8 કલાકે રમાસે. તો જાપાન VS સ્પેન અને કોસ્ટા રિકા VS જર્મની મેચ રાત્રે સાડા 12 કલાકે શરુ થશે.

FIFA World Cup 2022માં આજે ચારેય મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપમાં આજે રમાનારી 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર રમાશે.

ફિફા વર્લ્ડકપ 2022નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર જોવા મળશે.

Next Article