FIFA WC 2022 : 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈટાલીથી લઈને ચિલી સુધી, આ 5 દિગ્ગજ ટીમો આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી

|

Nov 16, 2022 | 10:01 AM

ફિફા રેન્કિંગમાં ઈટાલી છઠ્ઠા ક્રમે છે. ગયા વર્ષે જ આ ટીમ યુરો ચેમ્પિયન બની હતી પરંતુ તે કતાર વર્લ્ડ કપ 2022 (Football World Cup 2022) માટે ક્વોલિફાય કરી શકી નહોતી.

FIFA WC 2022 : 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈટાલીથી લઈને ચિલી સુધી, આ 5 દિગ્ગજ ટીમો આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી
આ 5 દિગ્ગજ ટીમો આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી

Follow us on

ફુટબોલ વર્લ્ડકપ 2022ની શરુઆત 20 નવેમ્બરથી થઈ રહી છે. કતારમાં રમાનાર આ વર્લ્ડકપમાં કુલ 32 ટીમો ભાગ લેશે. જેમાં વર્તમાન યુરો કપ વિજેતા અને 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈટલી જેવી દિગ્ગજ ટીમ ભાગ લેશે નહિ, ઈટલી આ વખતે વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી શકી નથી. વર્લ્ડકપનો ભાગ ન બનનારી આ એકમાત્ર ટીમ નથી, 4 અન્ય દિગ્ગજ ટીમો છે જેની ગેરહાજરીથી ચાહકો નિરાશ છે.

1 ઈટલી : બ્રાઝીલ બાદ ઈટલી સૌથી વધુ ફુટબોલ વર્લ્ડકપ જીતનારી ટીમ છે. ઈટલી 4 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. વર્તમાનમાં તે ફીફા રેન્કિંગમાં 6ઠ્ઠા સ્થાન પર છે. ગત્ત વર્ષે તે યૂરો કપ ચેમ્પિયન પણ બની છે. તેમ છતાં આ વર્ષે તે વર્લ્ડકપમાં ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ છે. માર્ચમાં પ્લેઓફ સેમીફાઈનલમાં નોર્થ મેકેડોનિયાથી 92મી મિનટમાં મળેલી હારના કારણે ઈટલી વર્લ્ડકપની દોડમાંથી બહાર થઈ ગઈ છે.

2.ચિલી : દક્ષિણ અમેરિકાની આ ટીમ અત્યારસુધી વર્લ્ડકપનો ભાગ રહી છે. વર્ષે 1962માં આ ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી હતી. હાલમાં આ ટીમની રેન્કિંગ 29 છે. કતારમાં વર્લ્ડકપ માટે છેલ્લી 4 ક્વોલિફાશન મેચમાંથી તે માત્ર એક મેચ જીતી શકી હતી. આ કારણે આ ટીમને પ્રથમ વખત વર્લ્ડકપમાંથી ગેર હાજર રહેવું પડ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

3.કોલંબિયા : ફીફા રેન્કિંગમાં કોલંબિયાની ટીમ 17માં સ્થાન પર છે. બ્રાઝીલમાં યોજાયેલા વર્લ્ડકપ 2014માં આ ટીમ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. ટીમના સ્ટાર ખેલાડી જેમ્સ રોડ્રિગેઝ વર્લ્ડકપ ગોલ્ડન બુટ વિનર રહી ચૂક્યા છે. આ વખતે તે પોતાની ટીમને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાવી શક્યો ન હતો. આ ટીમ અંદાજે 1 એકથી ક્વોલિફિકેશન ચૂકી ગઈ હતી.

4. સ્વીડન : અત્યારસુધી 21માંથી 12 વર્લ્ડકપ રમી ચૂકેલી સ્વીડનની ટીમ વર્લ્ડકપ 1958માં રનર અપ રહી ચૂકી છે. ગત્ત વર્ષે કતાર વર્લ્ડ કપ ક્વોલિફાય મેચમાં બીજા રાઉન્ડમાં સ્વીડને પોતાની 6માંથી 3 મેચ ગુમાવી હતી. આ કારણે આ ટીમને ગ્રુપમાં બીજું સ્થાન મળ્યું હતુ. પ્લેઓફમાં પોલૈન્ડ સામે હારી સ્વીડનનું કતાર વર્લ્ડકપમાં પહોંચવાનું સપનું પૂર્ણ થઈ ગયું હતુ, ટીમની હાલમાં રેન્કિંગ 25 છે.

5. નાઇજીરીયા : આ આફ્રિકાની ટીમ પોતાની રમત માટે જાણીતી છે. 1994માં નાઇજીરીયાએ પ્રથમ વર્લ્ડ કપ રમ્યો હતો. ત્યારથી લઈ અત્યારસુધી આ ટીમ માત્ર 2006ના વર્લ્ડકપ ચૂકી ગઈ હતી. નાઇજીરીયા અત્યારસુધી ત્રણ વખત રાઉન્ડ ઓફ-16માં સ્થાન બનાવ્યું છે. ટીમની ફીફા રેન્કિંગ 32 છે. કતારમાં સારી સંખ્યામાં નાઇજીરીયાના લોકો કામ કરે છે. એવામાં આ વખતે તેનો વર્લ્ડકપ ક્વોલિફાય ન કરવું નાઇજીરીયાના ચાહકો માટે દુખદ સમાચાર છે.

Next Article