AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022માં આજે આ ચારમાંથી કઈ બે ટીમ નોકઆઉટ થશે ?

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022)માં આજે જે ચાર ટીમો ટકરાશે તેમાં ફ્રાન્સ અને ઈંગ્લેન્ડનો દબદબો છે. પરંતુ, ગ્રુપ સ્ટેજમાં જે રીતે એક પછી એક અપસેટ જોવા મળી રહ્યા છે તે જોતા કંઈ કહી શકાય તેમ નથી.

FIFA World Cup 2022માં આજે આ ચારમાંથી કઈ બે ટીમ નોકઆઉટ થશે ?
ફિફા વર્લ્ડમાં નોકઆઉટ એટલે કે, રાઉન્ડ ઓફ 16ની મેચ શરુImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 9:18 AM
Share

ફિફા વર્લ્ડમાં નોકઆઉટ એટલે કે, રાઉન્ડ ઓફ 16ની મેચ શરુ થશે. આજે પણ 4 ટીમ મેદાન પર રહેશે પરંતુ કતારના ફુટબોલના મહાકુંભમાં આગળ વધવાની ટિકિટ માત્ર 2 ટીમોને મળી શકે છે. એટલે કે, જીતનારી 2 ટીમો આજે આગળ વધશે અને હારનારી ટીમની સફર પુરી થઈ જશે. હવે સવાલ એ છે કે, ફુટબોલના મહાકુંભમાં આજે કઈ 4 ટીમની ટક્કર થશે. તો તમને જણાવી દઈએ કે, આજે મેદાનમાં ફાન્સ,પોલેન્ડ, ઈંગ્લેન્ડ અને સેનેગલની ટીમ ટક્કરાશે.

ફિફા વર્લ્ડકપમાં આજે ટકરાનારી 4 ટીમોમાં ફાન્સ અને ઈંગ્લેન્ડનું પલડું ભારે લાગી રહ્યું છે પરંતુ જે રીતે ગ્રુપ સ્ટેજ પર એક બાદ એક અપસેટ જોવા મળી રહ્યા છે. તેને જોઈ કાંઈ પણ કહેવું મુશ્કિલ છે એટલે કે, કોઈ પણ ટીમને સામાન્ય જોઈ શકાય તેમ નથી કારણ કે, કોઈ ટીમને નબળી માનવી અશક્ય છે.

FIFA WCમાં ક્યારે ,ક્યાં જોઈ શકશો તમામ મેચ ?

FIFA World Cup 2022માં આજે કઈ ટીમો વચ્ચે ટક્કર થશે?

ફિફા વર્લ્ડકપના રાઉન્ડ ઓફ 16માં 2 મેચ રમાશે. પ્રથમ મેચ ફાન્સ અને પોલેન્ડ વચ્ચે રમાશે. બીજી મેચ ઈંગ્લેન્ડ અને સેનેગલ વચ્ચે ટક્કર જોવા મળશે.

FIFA World Cup 2022માં આજે કઈ ટીમની ક્યાં સમય પર ટક્કર થશે ?

ભારતીય સમય અનુસાર તમામ મેચ આજે રાત્રેના સમયે રમાશે. ફાન્સ અને પોલેન્ડ વચ્ચે મેચ રાત્રે 08:30 કલાકે શરુ થશે. બીજી મેચ ઈંગ્લેન્ડ અને સેનેગલ વચ્ચે મોડી રાત્રે 12 કલાકે શરુ થશે.

FIFA World Cup 2022માં આજે બંન્ને મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપમાં આજે રમાનારી બંન્ને મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA World Cup 2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે,

g clip-path="url(#clip0_868_265)">