NZ vs SA: સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 198 રનથી હરાવ્યુ, કિવી ટીમને સિરીઝ જીતવાનુ 89 વર્ષ જૂનું સપનુ સાકાર ના થઇ શક્યુ

NZ vs SA 2nd Test: ન્યુઝીલેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમ અત્યાર સુધી ક્યારેય દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ શ્રેણીમાં હરાવી શક્યું નથી, સરસાઇ મેળવી આ વખતે મેળવેલો મોકો પણ સફળ થઇ શક્યો નહી.

NZ vs SA: સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 198 રનથી હરાવ્યુ, કિવી ટીમને સિરીઝ જીતવાનુ 89 વર્ષ જૂનું સપનુ સાકાર ના થઇ શક્યુ
ન્યુઝીલેન્ડને જીત માટે 425 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 9:04 AM

દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket Team) ને 198 રનથી હરાવીને બે ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. વિજય માટે 426 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન કિવી ટીમ 227 રનમાં સમેટાઈ ગઈ હતી. વિકેટકીપર કાર્લ રેનના અણનમ 136 રનની મદદથી દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) એ બીજી ટેસ્ટના ચોથા દિવસે નવ વિકેટે 354 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરીને ન્યૂઝીલેન્ડને 425 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાગીસો રબાડા (Kagiso Rabada) એ 34 બોલમાં કારકીર્દીના સર્વશ્રેષ્ઠ 47 રન સાથે વેરેનને ટેકો આપ્યો હતો. ત્યારબાદ સાઉથ આફ્રિકાના બોલરોએ એકજૂથ રમત બતાવીને ન્યૂઝીલેન્ડનું પ્રથમ વખત સિરીઝ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લઇને શ્રેણીમાં લીડ મેળવી હતી.

ન્યુઝીલેન્ડને દક્ષિણ આફ્રિકા સામે 89 વર્ષમાં 17 પ્રયાસોમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ તેના બેટ્સમેનો અંતિમ દિવસની રમત પૂરી કરી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ વખત 1932માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. ત્યારથી અત્યાર સુધી કિવી ટીમ ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 47 ટેસ્ટ રમાઈ છે અને તેમાંથી કિવી ટીમ માત્ર પાંચ ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. 1961-62, 1963-64 અને 2003-04માં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું જ્યારે ટેસ્ટ શ્રેણી ડ્રો થઈ હતી.

કોનવે એ સંઘર્ષ કર્યો

ચોથા દિવસે લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડના બંને ઓપનર કેપ્ટન ટોમ લાથમ (01) અને વિલ યંગ (0) સસ્તામાં પરત ફર્યા હતા. બંનેને કાગીસો રબાડાએ પેવેલિયન મોકલ્યા હતા અને નવ રનમાં બે વિકેટ ઝડપી હતી. ડાબા હાથના સ્પિનર ​​કેશવ મહારાજે હેનરી નિકોલ્સ (07) અને ડેરીલ મિશેલ (24)ને બોલ્ડ કરીને ન્યૂઝીલેન્ડની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ચોથા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકામાં જન્મેલો ડેવોન કોનવે 60 રન બનાવીને રમી રહ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કિવી ટીમ યાન્સન સામે ઘૂંટણિયે પડી ગઇ

કોનવે પણ મેચના છેલ્લા દિવસે પણ ટક્કર આપી પરંતુ 92ના સ્કોર પર લુથો સિપામ્લા દ્વારા આઉટ થયો હતો. ટોમ બ્લંડલે 44 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ માર્કો યાનસને અદભૂત પ્રદર્શન કર્યું અને સતત ત્રણ વિકેટ લીધી. તેણે બ્લંડલ પછી પ્રથમ દાવમાં સદી ફટકારનાર કોલિન ડી ગ્રાન્ડહોમ (18) અને કાયલ જેમિસન (12)ની વિકેટ લીધી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડની મેચ જીતવાની અને ડ્રો કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ટિમ સાઉથી (17) અને નીલ વેગનર (10)એ થોડો સંઘર્ષ કર્યો અને હાર ટી બ્રેક સુધી ટાળી હતી. કેશવ મહારાજે મેટ હેનરીને (0) આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. પ્રોટીયાઝ ટીમ તરફથી રબાડા, યાનસન અને મહારાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં સરેલ ઈરવી (108)ની સદીની મદદથી 364 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે કોલિન ડી ગ્રાન્ડહોમ (120)ની બીજી ટેસ્ટ સદીમાં 293 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી

આ પણ વાંચોઃ UNમાં Ukraine-Russia એ એકબીજા પર તાક્યુ નિશાન, યુક્રેને હુમલો રોકવા માગ કરી, રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

g clip-path="url(#clip0_868_265)">