Breaking News : FIFA World Cup 2026માં હાઇડ્રેશન બ્રેક પર હોબાળો મચ્યો, જાણો સમગ્ર મામલો
ફીફા વર્લ્ડકપ 2026માં પહેલી વખત હાઈડ્રેશન બ્રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ખેલાડીઓને ગરમીથી રાહત આપવા માટે શરુ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આને લઈ નવો વિવાદ શરુ થયો છે. તો ચાલો વિસ્તારથી જાણીએ કે, શું છે હાઈડ્રેશન બ્રેક.

ફીફા વર્લ્ડકપ 2026માં આ વખતે શરુ થયેલા હાઈડ્રેશન બ્રેક પર વિવાદ શરુ થયો છે. ભયાનક ગરમીમાં ખેલાડીઓ માટે આ બ્રેક વરદાન જેવો હતો પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે, હાઈડ્રેશન બ્રેક ખેલાડીઓની રમત બગાડી રહ્યો છે. આ માટે તેઓ ક્યુરાસાઓ અને જર્મની વચ્ચે રમાયેલી મેચનું ઉદાહરણ પણ આપી રહ્યા છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.
હાઇડ્રેશન બ્રેક
ચાલો જોઈએ કે તે મેચમાં એવું શું બન્યું જેના કારણે આ ચર્ચા શરૂ થઈ. કુરાકાઓના ચાહકો ઉત્સાહિત હતા, અને જર્મન ટીમ સ્તબ્ધ થઈ ગઈ. લિવાનો કોમાનેકાએ ચાર વખતના ચેમ્પિયન જર્મની સામે ગોલ કર્યો, જે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારા સૌથી ઓછા વસ્તીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરે છે.હ્યુસ્ટનમાં જ્યારે સ્કોર 1-1 હતો ત્યારે એક મોટો અપસેટ થતા જોવા મળી રહ્યો હતો, પરંતુ પછી હાઇડ્રેશન બ્રેક આવ્યો. કુરાકાઓએ તેમની લીડ ગુમાવી દીધી, હાફટાઇમ પહેલા બે ગોલ ગુમાવ્યા, અને અંતે જર્મની દ્વારા 7-1થી હારનો સામનો કરવો પડ્યો.
કેટલાક લોકોનું કહેવું છે કે, આ બ્રેક મેચોના કુદરતી પ્રવાહને વિક્ષેપિત કરે છે અને કોચને રણનીતિ બદલવાની વધારાની તક આપે છે. પૂર્વ આયરલેન્ડ કેપ્ટન રોય કીને પણ ફીફાના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે, ફુટબોલની સૌથી સુંદરર ચાલતી ગતિ છે. પરંતુ આ બ્રેકની સ્પીડ અને રોમાંચ બંન્નેને પ્રભાવિત કરે છે. તેમણે આને અમેરિકાની રમતમાં જોવા મળનાર ટાઈમઆઉટ જેવું ગણાવ્યું છે.
કોચ માટે બન્યું રણનીતિનું હથિયાર
હાઈડ્રેશન બ્રેકનો ઉદ્દેશ્ય ખેલાડીઓને પાણી પીવડાવવાનો હતો પરંતુ કોચ આ સમયે આનો ઉપયોગ રાણનીતિની ચર્ચા માટે કરી રહ્યા છે. નેધરલેન્ડના કોચ રોનાલ્ડ કોમૈને ખુલ્લીને સ્વીકાર કર્યું કે, બ્રેક દરમિયાન ખેલાડીઓને સુધાર,રણનીતિ અને મેચની સ્થિતિ વિશે નિર્દેશ આપી શકે છે. તેની ટીમ આનો ફાયદો ઉઠાવી રહી છે.
શરુઆતની 16 મેચમાંથી 8 મેચમાં હાઈડ્રેશન બ્રેકના 10 મિનિટની અંદર ગોલ જોવા મળ્યા હતા. આ ધારણા વધુ મજબુત થઈ કે, આ બ્રેકની સીધી અશર મેચના પરિણામ પર પડી રહી છે.
બ્રાઝિલ અને મોરોક્કો વચ્ચેની મેચ પણ આવી જ સાબિત થઈ. મોરોક્કોએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું અને પ્રથમ હાઇડ્રેશન બ્રેક પહેલા જ લીડ મેળવી લીધી. પરંતુ રમત ફરી શરૂ થયાના 10 મિનિટથી પણ ઓછા સમયમાં, વિનિસિયસ જુનિયરે બ્રાઝિલ માટે બરાબરી કરી. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ,સ્વીડન અને ઈરાન જેવી ટીમોએ પણ બ્રેક બાદ ગોલ કરી ફાયદો ઉઠાવ્યો છે.હાઇડ્રેશન બ્રેક્સની બીજી મોટી ટીકા પ્રસારણ સાથે સંબંધિત છે. યુ.એસ.માં, બ્રોડકાસ્ટર ફોક્સ આ બ્રેક દરમિયાન સીધા જાહેરાતો પર જાય છે.
