AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મેસ્સીના ગોલ વિના આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લૅન્ડને હરાવ્યું, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે

Argentina in FIFA World Cup 2026 Semifinal : ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્વિઝરલેન્ડને 3-1થી હરાવતા આર્જેન્ટિનાએ સેમિફાઈનલની ટિકિટ મેળવી છે. સેમિફાઈનલમાં આર્જેન્ટિનાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

Breaking News : મેસ્સીના ગોલ વિના આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લૅન્ડને હરાવ્યું, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે
| Updated on: Jul 12, 2026 | 11:36 AM
Share

આર્જેન્ટિનાએ ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. કનસાસ સિટી સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્વિઝરલેન્ડે તેને 3-1થી હરાવ્યું હતુ. મોટી વાત એ રહી કે, આ 3 ગોલમાં એક પણ ગોલ લિયોનેલ મેસ્સીએ કર્યો ન હતો. ટુંકમાં સ્વિઝરલેન્ડની ટીમને હરાવવાનું કામ ટીમે મેસ્સીના ગોલ વગર કર્યું છે. હવે સેમિફાઈનલમાં આર્જેન્ટીનાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 15 જુલાઈના રોજ રમાશે.

આર્જેન્ટીનાએ પહેલો ગોલ કર્યો

મેસ્સીએ સ્વિઝરલેન્ડ વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં ગોલ ભલે કર્યો નથી પરંતુ આ મેચમાં તેનો પહેલો ગોલ કરવામાં મદદ કરી હતી. આ મેચમાં પહેલો ગોલ 10મી મિનિટમાં અલિસ્ટરે કર્યો હતો. જેમાં મેસ્સીએ અસિસ્ટ કર્યો હતો. આ મેસ્સીના ફીફા વર્લ્ડકપ કરિયરનો 10મો અસિસ્ટ હતો. જે એક રેકોર્ડ છે. પહેલા હાફ સુધી આર્જેન્ટીનાએ પોતાની 1-0થી લીડ કરી હતી.

ટીમને લાગ્યો ઝટકો

બીજા હાફમાં ડૈન નડોઈએ સ્વિઝરલેન્ડને 1-1ની બરાબરી કરાવી હતી. પરંતુ ત્યારબાદ મેચની 72મી મિનિટમાં સ્વિઝરલેન્ડને વધુ એક ઝટકો લાગ્યો હતો. જ્યારે તેના એક ખેલાડીને રેડ કાર્ડ મળતા બહાર થવું પડ્યું હતુ. પરિણામએ આવ્યું કે, સ્વિઝરલેન્ડની ટીમને આગળની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી, પરંતુ 10 ખેલાડીઓ સાથે રમવા છતાં સ્વિઝરલેન્ડે આર્જેન્ટીનાને ટકકર આપી અને પહેલા 90 મિનિટની રમત 1-1ની બરાબરી પર પૂર્ણ થઈ હતી.

આર્જેન્ટિનાએ એક્સ્ટ્રા ટાઈમમાં સેમિફાઇનલની ટિકિટ મેળવી

સ્વિઝરલેન્ડ અને આર્જેન્ટીના ક્વાર્ટર ફાઈનલમાં 10 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ જોડાયો હતો. પરંતુ આ મેચ 1-1ની બરાબરી પર રહી હતી. પેનલ્ટી શૂટ આઉટ તરફ આગળ વધી રહેલી આ મેચમાં 10 મિનિટનો એક વધુ એક્સ્ટ્રા ટાઈમ જોડાયો હતો. જેમાં આર્જેન્ટીનાએ પોતાની લીડ 2-1 કરવામાં સફળ રહ્યો હતો. અલ્વારેઝે 112મી મિનિટમાં તેના માટે 2 ગોલ કર્યા હતા. ત્યારબાદ મેચ જ્યારે પૂર્ણ થવાની હતી તે પહેલા માર્ટિનેઝે પણ ગોલ કરી આર્જેન્ટીનાને લીડ 3-1 કરી હતી. આ રીતે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયને ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલની ટિકિટ મેળવી હતી.

હવે ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં આર્જેન્ટિનાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

Breaking News : એક ઝટકામાં 60 ટકા ક્વાર્ટર ફાઈનલ મેચની ટિકિટનો ભાવ ઓછો થયો, જાણો કેમ ? અહી ક્લિક કરો

Follow Us
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
g clip-path="url(#clip0_868_265)">