AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એક ઝટકામાં 60 ટકા ક્વાર્ટર ફાઈનલ મેચની ટિકિટનો ભાવ ઓછો થયો, જાણો કેમ ?

FIFA World Cup 2026: ફુટબોલ વર્લ્ડકપ 2026 રોમાચંક રેસ શરુ થવા જઈ રહી છે. આ અઠવાડિયાથી ક્વાર્ટરફાઈનલની મેચ શરુ થવાની છે. તે પહેલા ફુટબોલ ચાહકો માટે ગુડન્યુઝ સામે આવ્યા છે. ટૂર્નામેન્ટની સૌથી મોટી નોકઆઉટ મેચમાં ટિકિટના ભાવ સસ્તા થયા છે. આવું કેમ થયું ચાલો જાણીએ.

Breaking News : એક ઝટકામાં 60 ટકા ક્વાર્ટર ફાઈનલ મેચની ટિકિટનો ભાવ ઓછો થયો, જાણો કેમ ?
Image Credit source: AI
| Updated on: Jul 09, 2026 | 8:54 AM
Share

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપ 2026 ક્વાર્ટરફાઈનલ શરુ થતાં પહેલા મેચની ટિકિટના ભાવ ઘટવા લાગ્યા છે. તેનું મુખ્ય કારણ અમેરિકા અને પોર્ટુગલની ટૂર્નામેન્ટમાંથી બહાર થવું છે. રોનાલ્ડો બહાર થતાં જ ટિકિટના ભાવ ઘટવા લાગ્યા હતા. હવે ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સ-મોરક્કો,સ્પેન- બેલ્જિયમ,નોર્વે-ઈંગ્લેન્ડ અને આર્જિન્ટિના-સ્વિઝરલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે.

સેકન્ડરી ટિકિટ પ્લેટફોર્મ TickPick મુજબ શુક્રવારના રોજથી શરુ થવા જઈ રહેલી સ્પેન અને બેલ્જિયમની ક્વાર્ટર ફાઈનલ મેચમાં સૌથી મોંઘી ટિકિટ હવે સસ્તી થઈ છે. આ પહેલા મેચની ટિકિટ અંદાજ 2,950 ડોલર સુધી પહોંચી હતી. પરંતુ હવે તેની શરુઆતમાં અંદાજે ભાવ 1,200 ડોલર થયો છે. ટુંકમાં ટિકિટની કિંમતમાં અંદાજે 60 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ કારણે ભાવ ઘટ્યા

આ ભાવ ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકાનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું માનવમાં આવી રહ્યું છે. આ ફીફા વર્લ્ડકપ 2026નો કો-હોસ્ટ દેશ છે. અમેરિકાને પ્રી-ક્વાર્ટરફાઈનલમાં બેલ્જિયમે ક્વાર્ટર ફાઇનલમાં તેમને 4-1થી હરાવ્યું છે. જો યુનાઇટેડ સ્ટેટ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હોત, તો ઘરઆંગણાના ચાહકોની માંગને કારણે ટિકિટના ભાવ વધુ વધી શક્યા હોત.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અસર

ટિકિટની કિંમત ઓછી થવાનું બીજું મોટું કારણ પોર્ટુગલ બહાર થવું છે. સ્પેને પોર્ટુગલને 1-0થી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યું છે. આ હારની સાથે દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફીફા વર્લ્ડકપનું કરિયર પૂર્ણ થયું છે. રોનાલ્ડો દુનિયાનો સૌથી લોકપ્રિય ખેલાડી ગણવામાં આવે છે. આ માટે તે બહાર થતાં ટિકિટની માંગ પર મોટી અસર પડી છે. મેચ પછી નિરાશ રોનાલ્ડોએ પુષ્ટિ કરી કે, આ તેના કરિયરનો છેલ્લો વર્લ્ડકપ હતો.

આ મેચની ટિકિટ સૌથી સસ્તી

કેટલાક વિશેષજ્ઞોનું માનવું હતુ કે, જો ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકા અને પોર્ટુગલ આમને-સામે આવે છે. તો આ ટૂર્નામેન્ટમાં સૌથી ચર્ચિત મેચ બની શકે છે. એક બાજુ યજમાન દેશ અને બીજી બાજુ રોનાલ્ડો જેવી સુપરસ્ટારની મેચની ટિકિટના ભાવ આસમાને જવાના હતા. બીજી ક્વાર્ટરફાઈનલ મેચની વાત કરીએ તો ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે થનારી આ મેચ સસ્તી માનવામાં આવી રહી છે.TickPick અનુસાર આ મેચની ટિકિટ અંદાજે 989 ડોલરમાં ઉપલબ્ધ છે.

Breaking News : FIFA World Cupમાંથી 40 ટીમ બહાર, આવું છે ક્વાર્ટર ફાઈનલનું શેડ્યુલ અહી ક્લિક કરો

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">