AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: 4 વર્ષના પ્રતિબંધ બાદ ઐતિહાસિક વાપસી… 36 વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

એશિયન ગેમ્સ 2026માં મહિલા શોટ પુટ ઈવેન્ટમાં અનુભવી ભારતીય ખેલાડી મનપ્રીત કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2017માં મનપ્રીત પર 4 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે તેણીએ હાર ના માની અને જોરદાર વાપસી કરતા એશિયન ગેમ્સમાં 36 વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

Breaking News Asian Games 2026: 4 વર્ષના પ્રતિબંધ બાદ ઐતિહાસિક વાપસી... 36 વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
manpreet kaurImage Credit source: X
| Updated on: Sep 25, 2026 | 7:24 PM
Share

2026 એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલુ છે. ભારતની 36 વર્ષીય અનુભવી ખેલાડી મનપ્રીત કૌરે મહિલા શોટ પુટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. વર્ષોની રાહનો અંત લાવતા મનપ્રીત એશિયન ગેમ્સમાં મહિલા શોટ પુટ ઇવેન્ટમાં મેડલ જીતનાર માત્ર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતના મેડલનો આંકડો 21 પર પહોંચી ગયો છે.

મનપ્રીતે ક્યારેય હાર નહીં માની

5 માર્ચ, 1990 ના રોજ પંજાબના પટિયાલામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી મનપ્રીતને નાનપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેના પિતા અને પિતરાઈ ભાઈ એથલીટ હતા, જેના કારણે તેણી રમતગમતમાં જોડાઈ. શરૂઆતમાં મનપ્રીતે 100 મીટર દોડમાં પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તેના ભાઈએ તેની તાકાત અને ટેકનિકને ઓળખીને તેને શોટ પુટમાં સ્વિચ કરવાની સલાહ આપી. જોકે, જીવનએ ખૂબ જ નાની ઉંમરે મનપ્રીતને આકરી કસોટીમાં મૂકી દીધી. તેણીએ માત્ર 13 વર્ષની ઉંમરે તેના પિતા ગુમાવ્યા. ત્રણ વર્ષ પછી, જ્યારે તે 16 વર્ષની હતી, ત્યારે તેની માતાને લકવો થયો. છતાં મનપ્રીતે ક્યારેય હાર નહીં માની અને ભારતીય રેલ્વેમાં કામ કરવાણી સાથે-સાથે ટ્રેનિંગ ચાલુ રાખી.

વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 એથ્લીટ

મનપ્રીતની કારકિર્દીમાં તેણીએ મોટી સિદ્ધિઓની સાથે મુશ્કેલ સમય પણ જોયો. 2007 માં, તેણી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં નવમા સ્થાને રહી. પછી, 2010માં ત્રણ વર્ષના બ્રેક પછી તેણીએ કમબેક કર્યું અને 18 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો. 2015 માં, તેણીએ 55મી રાષ્ટ્રીય ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 17.96 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, અને 2016 રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી એકમાત્ર ભારતીય મહિલા બની. 2017માં તેણીએ ચીનના જિન્હુઆમાં 18.86 મીટરના મોટા થ્રો સાથે એશિયન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ મેડલ જીત્યો અને તે સિઝનમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 એથ્લીટ પણ બની.

ચાર વર્ષ પ્રતિબંધ બાદ દમદાર કમબેક

પરંતુ આ સુવર્ણ સમયગાળા દરમિયાન, મનપ્રીતનો સ્ટેરોઇડ્સ ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જેના પરિણામે 20 જુલાઈ, 2017 થી તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લાગ્યો. તેના મેડલ અને રેકોર્ડ પણ રદ કરવામાં આવ્યા. મેદાનથી ચાર વર્ષ સુધીની સંપૂર્ણ ગેરહાજરી કોઈપણ ખેલાડી માટે કારકિર્દીનો અંત સમાન હોય છે. પરંતુ, બધા ટોણાઓને પાછળ છોડીને, મનપ્રીત 2022 માં તેનો પ્રતિબંધ સમાપ્ત થતાં જ ટ્રેક પર પાછી ફરી. હવે, 36 વર્ષની ઉંમરે તેણીએ 2026 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

Breaking News: વડોદરાના માનુષ શાહે Asian Games 2026માં જીત્યો બ્રોન્ઝ મેડલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">