Boris Becker: મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકરને અઢી વર્ષની જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો

|

Apr 29, 2022 | 11:08 PM

Boris Becker : ટેનિસ જગતના મહાન ખેલાડીઓમાંથી એક બોરિસ બેકર (Boris Becker) પર અન્ય 20 આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યા.

Boris Becker: મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકરને અઢી વર્ષની જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો
Boris Backer (PC: BBC)

Follow us on

ટેનિસના દિગ્ગજ ખેલાડી બોરિસ બેકરને (Boris Becker) નાદારી કાયદા હેઠળ દોષિત ઠેરવ્યા બાદ અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટની જ્યુરીએ આ મહિને બોરિસ બેકરને નાદારી કાયદા હેઠળ 4 આરોપો પર દોષિત ઠેરવ્યા હતા. જેમાં સંપત્તિનું ટ્રાન્સફર, દેવું છુપાવવું અને સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળતાના 2 આરોપોનો સમાવેશ થાય છે. જૂન 2017 માં નાદાર થયા બાદ બેકરે નવ લોકોને 4,27,00 યુરો (356,000 પાઉન્ડ) ટ્રાન્સફર કર્યા હતા. તેની ભૂતપૂર્વ પત્ની બાર્બરા અને શર્લી “લીલી” બેકરનો પણ સમાવેશ થાય છે. તે જર્મનીમાં સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળ રહેવા અને ટેક ફર્મમાં બેંક લોન અને શેરના 825,000 યુરો ($895,000) છુપાવવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

બેકરે આરોપોનું ખંડન કર્યું હતું

બેકર તેની ગર્લફ્રેન્ડ લિલિયન ડી કાર્વાલ્હો મોન્ટેરો સાથે જાંબલી અને લીલા રંગની પટ્ટાવાળી ટાઈ પહેરીને વિમ્બલ્ડન ખાતેની કોર્ટમાં આવ્યો હતો. 6 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે તેની સંપત્તિને સુરક્ષિત કરવા માટે કામ કરતા ટ્રસ્ટીઓને સહકાર આપ્યો હતો અને નિષ્ણાતની સલાહ પર કામ કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

20 કેસમાં નિર્દોષ છૂટ્યા

54 વર્ષીય બોરિસ બેકરને અન્ય 20 ગુનાઓમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આરોપ હતો કે તે 2 વિમ્બલ્ડન ટ્રોફી અને એક ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક સહિત તેના અનેક એવોર્ડ આપવામાં નિષ્ફળ ગયો હતો. 6 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેણે તેની સંપત્તિને સુરક્ષિત કરવા માટે કામ કરતા ટ્રસ્ટીઓને સહકાર આપ્યો હતો અને નિષ્ણાતની સલાહ પર કામ કર્યું હતું.

બોરિસ બેકરને ટેનિસ જગતમાં એક મહાન ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. બોરિસ બેકરે 6 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. બોરિસે 1985 માં વિમ્બલ્ડન ઓપનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તેણે 3 વખત વિમ્બલ્ડન, 2 વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને 1 વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે.

આ પણ વાંચો : RCB vs GT IPL 2022 Preview: વિજય રથ પર સવાર ગુજરાતનો સામનો બેંગલુરુ સામે થશે, RCBની આશા કોહલીના ફોર્મ પર છે

આ પણ વાંચો : PBKS vs LSG Playing XI IPL 2022: પંજાબ કિંગ્સે ટોસ જીતી ફિલ્ડીંગ પસંગ કરી, લખનૌએ એક બેટ્સમેન ઘટાડ્યો, જુઓ બંને ટીમોની પ્લેયીંગ XI

Next Article