AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badminton : મલેશિયા ઓપનમાં PV Sindhu ની જીત, હાર સાથે સાઇના નેહવાલ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ

Badminton : પીવી સિંધુ (PV Sindhu) એ શાનદાર પ્રદર્શન કરીને થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને સીધી ગેમમાં 21-13 21-17થી હરાવી.

Badminton : મલેશિયા ઓપનમાં PV Sindhu ની જીત, હાર સાથે સાઇના નેહવાલ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ
PV Sindhu (PC: India Badminton)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 3:09 PM
Share

ભારતીય મહિલા બેડમિન્ટન જગતમાં દિગ્ગજ ગણાતી એવી પીવી સિન્ધુ (PV Sindhu) અને સાઇના નેહવાલ (Saina Nehwal) પર તમામની નજર રહેલી છે. ત્યારે મલેશિયા ઓપન સુપર 750 (Malaysia Open Super 750) બેડમિન્ટન ટુર્નામેન્ટ હાલમાં જ શરૂ થઇ ગઇ છે અને આ બંને ભારતીય ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. 29 જુનથી કુઆલાલંપુરમાં આ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ગઇ છે.

મલેશિયા ઓપન સુપર 750 (Malaysia Open Super 750) બેડમિન્ટન ટુર્નામેન્ટ માં ભારતની સ્ટાર પીવી સિન્ધુએ જીત સાથે શરૂઆત કરી છે. તો સ્ટાર ખેલાડી સાઇના નેહવાલે ફરી પોતાના ચાહકોને નિરાશ કર્યા છે અને પહેલા જ રાઉન્ડમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે.

પીવી સિન્ધુએ પોર્નપાવી ચોચુવોંગ સામે જીત મેળવી

ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ (PV Sindhu) એ શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ માં નંબર 10 થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને સીધી ગેમમાં 21-13, 21-17 થી માત આપી હતી. પરંતુ લંડન ઓલિમ્પિક (London Olympics) ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) ને વિશ્વની 33માં ક્રમાંકિત અમેરિકાની આઈરિસ વાંગે 11-21, 17-21 થી હાર આપી હતી. અમેરિકાની આઈરિસ વાંગે ભારતની સાઇના નેહવાલને સીધી સેટમાં માત્ર 37 મિનિટમાં માત આપી હતી.

પીવી સિન્ધુનો હવે પછીનો મુકાબલો થાઈલેન્ડની યુવા ખેલાડી સામેે થશે

વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં સાતમી ક્રમાંકિત ભારતની પીવી સિન્ધુ હવે આ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય થાઈલેન્ડની યુવા ખેલાડી ફિતાયાપોર્ન ચાઈવાન સામે ટક્કર લેશે. જે વિશ્વ જુનિયર રેન્કિંગમાં વિશ્વની નંબર વન રહી ચુકી છે અને બેંગકોકમાં ઉબેર કપ (Uber Cup) માં બ્રોન્ઝ મેડલ જીતનારી થાઈલેન્ડની ટીમનો પણ ભાગ હતી.

મિક્સ ડબલ્સની જોડીમાં ભારતની હાર

બીજી તરફ ભારતના જ બેડમિન્ટન ખેલાડી બી સુમિત રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિશ્ર ડબલ્સની જોડી પણ 52 મિનિટની ચુસ્ત મેચમાં વિશ્વની 21 ક્રમાંકની નેધરલેન્ડ્સની રોબિન ટેબલિંગ અને સેલેના પીકની જોડી સામે 15-21 21-19 17-21 થી હારી ગઈ હતી.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">