ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમનું નસીબ ચમકાવવા માટે જ્યોતિષની નિમણૂક કરી, રકમ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો

|

Jun 23, 2022 | 12:59 PM

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને AFC એશિયન કપ (AFC Asian Cup 2023)2023 ક્વોલિફાયર પહેલા ટીમ માટે જ્યોતિષની નિમણૂક કરી હતી. જેમાં કુલ 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમનું નસીબ ચમકાવવા માટે જ્યોતિષની નિમણૂક કરી, રકમ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો
ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમનું નસીબ ચમકાવવા માટે જ્યોતિષની નિમણૂક કરી, 16 લાખ રૂપિયા ખર્ચ્યા
Image Credit source: Twitter

Follow us on

Indian Football Team : જો તમને લાગે છે કે, સુનીલ છેત્રી (Sunil Chhetri)ની આગેવાનીમાં ભારતીય ફુટબોલ ટીમ પોતાની મહેનત પર AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું છે તો તે વાત બિલકુલ ખોટી છે, કારણ કે, તેની પાછળ એક જ્યોતિષની મહત્વની ભૂમિકા રહી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય પહેલા ટીમ માટે એક જ્યોતિષની નિમણૂક કરી હતી. Insidesportના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય ટીમ માટે એક જ્યોતિષ એજન્સીને 16 લાખ રુપિયા ખર્ચ કરી નિયુક્ત કરવામાં આવ્યા હતા

ભારતીય ફુટબોલ ટીમ સાથે જોડાયેલા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, એશિયન કપ પહેલા રાષ્ટ્રીય ટીમ માટે એક પ્રેરકની નિમણૂક કરવામાં આવી હતી. જેના માટે કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો તે એક જ્યોતિષ હતા

16 લાખ રુપિયામાં જ્યોતિષની નિમણૂક થઈ

સુત્રોના જણાવ્યા અનુસાર ટીમનો ઉત્સાહ વધારવા માટે તેને પ્રેરણા આપવા માટે એક જ્યોતિષની નિમણૂક કરવામાં આવી છે, તેની નિમણૂંક માટે 16 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,ભારતીય ટીમે જ્યોતિષને ત્રણ સેશનમાં વહેંચવામાં આવ્યા હતા પરંતુ કોલકતાના એક ખેલાડીનું કહેવું છે કે,તેણે તેના વિશે સાંભળ્યું ન હતું કારણ કે તે મોડેથી ટીમમાં જોડાયો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ભારતે દિગ્ગજ ફુટબોલર

ભારતીય ટીમના પૂર્વ ગોલકીપર તનુમય બોસે AIFFના આ પ્રયાસની મજાક ઉડાડી છે અને પીટીઆઈને કહ્યું કે,આવા સમયમાં આવી ઘટનાઓ ભારતીય ફૂટબોલરની તસ્વીર વધુ ખરાબ કરશે, સુનીલ છેત્રીની આગેવાનીવાળી ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કર્યું છે ભારતીય ફુટબોલ ટીમે (AFC Asian Cup)માં ક્વોલિફાયના અંતિમ મુકાબલામાં હોંગકોંગને હાર આપી છે. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી. ભારતીય ટીમે તેના ત્રણેય મેચ જીતી 9 અંક મેળવ્યા છે

AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું

ભારતની ક્વોલિફાયમાં આ ત્રીજી જીત હતી. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી હોંગકોંગની ટીમ હાર મળ્યા છતાં આગમી વર્ષે યોજાનારી ફાઈનલ માટે ટિકીટ કન્ફોર્મ કરી છે. હોંગકોંગ (India vs Hongkong) વિરુદ્ધ જીત બાદ ભારતીય ટીમે ગ્રુપ ડીમાં ટૉપ પર રહી હતી. હોંગકોંગની ટીમે 1968 પછી પ્રથમ વખત AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું હતુ,

Next Article