AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFC U17 Asian Cup: ભારતીય ટીમે 12 મિનિટમાં કરી દીધા દે ધના ધન ગોલ, લગાવી જીતની હેટ્રિક

ભારત અંડર-17 એશિયન કપ 2023 (AFC U17 Asian Cup) ક્વોલિફાયરમાં સતત ત્રીજી મેચ જીતીને પોતાના ગ્રુપમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારતના કુલ 9 પોઈન્ટ છે

AFC U17 Asian Cup: ભારતીય ટીમે 12 મિનિટમાં કરી દીધા દે ધના ધન ગોલ, લગાવી જીતની હેટ્રિક
AFCU17 Asian Cup Qualifiers India beats Myanmar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 10:01 PM
Share

ભારતીય ટીમે (Team India) AFC અંડર-17 એશિયન કપ 2023 (AFC U17 Asian Cup) ક્વોલિફાયરમાં કમાલ કરી હતી. ટીમે મ્યાનમારને 4-1થી હરાવીને જીતની હેટ્રિક લગાવી હતી. આ એકતરફી મેચમાં ભારતે ચારેય ગોલ પહેલા હાફમાં કર્યા હતા. કેપ્ટન વી ગુટે અને ફોરવર્ડ ટી ગંગટેએ બે-બે ગોલ કર્યા હતા. પ્રથમ હાફની શરૂઆતની મિનિટમાં વધુ તકો ઊભી થઈ શકી ન હતી. બંને ટીમોએ બોલ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

જોકે કોરોઉ સિંઘે 21મી મિનિટે પહેલો એટેક કર્યો હતો, પરંતુ તેનો શોટ નબળો હતો. ભારતને આ પ્રથમ સફળતા 6 મિનિટ બાદ મળી હતી. 21મી મિનિટમાં 6 મિનીટનો ગોલ ચૂક્યા બાદ ગુઇટે ફ્રી કિક પર ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ મેચમાં ભારત ખાતું ખોલવામાં મોડું થયું હતું. પછીની 12 મિનિટમાં ભારતે વધુ 3 ગોલ કર્યા.

પ્રથમ હાફમાં એકતરફી લીડ

ગંગટેએ ભારતની લીડ બમણી કરી હતી. આ પછી ગુઇટે પોતાનો બીજો ગોલ કરીને ભારતની લીડ 3-0 કરી નાખી. પહેલા હાફની માત્ર 3 મિનિટ પહેલા ગંગટેનો શોટ ક્રોસબાર પર વાગ્યો અને તે બીજો ગોલ ચૂકી ગયો, પરંતુ 44મી મિનિટે તેણે તકનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને 4-0થી આગળ કરી દીધું.

ભારત 3 જીત સાથે ટોપ પર

બીજા હાફમાં મ્યાનમારનું ખાતું ખૂલ્યું અને એકમાત્ર ગોલ તુ વેઈ યાને કર્યો. ભારત હવે રવિવારે સાઉદી અરેબિયા સામે ટકરાશે અને તેનો પ્રયાસ વિજયની બાઉન્ડ્રી ફટકારવાનો રહેશે. ભારતીય ટીમ માત્ર 3 મેચ રમી છે અને ત્રણેય મેચ જીતીને પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતના કુલ 9 પોઈન્ટ છે.

g clip-path="url(#clip0_868_265)">