જેણે સંગાકારા અને સચિનના રેકોર્ડની બરાબરી કરી, તે બેટ્સમેને લીધી નિવૃત્તિ, કારણ છે ચોંકાવનારું

|

May 26, 2022 | 3:11 PM

35 વર્ષીય સેટરથવેટ ન્યૂઝીલેન્ડ (New Zealand) માટે સૌથી વધુ મેચો રમનારી મહિલા ક્રિકેટર છે, જેણે હવે તેની ક્રિકેટ કારકિર્દીને નિવૃતિ જાહેર કરી છે.

જેણે સંગાકારા અને સચિનના રેકોર્ડની બરાબરી કરી, તે બેટ્સમેને લીધી નિવૃત્તિ, કારણ છે ચોંકાવનારું
New Zealand Cricketer Amy Satterthwaite retires from international cricket
Image Credit source: AFP

Follow us on

Amy Satterthwaite : 5 વર્ષ પહેલા કુમાર સંગાકારા (Kumar Sangakkara) ના રેકોર્ડની બરાબરી કરનાર બેટ્સમેન હવે નિવૃત્ત થઈ છે. પોતાના ક્રિકેટ કરિયરમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના રેકોર્ડની બરાબરી કરનાર આ બેટ્સમેને નિવૃત્તિ લઈ લીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટની મહાન બેટ્સમેનમાંથી એક એમી સેટરથવેટ (Amy Satterthwaite) ની. 35 વર્ષીય સેટરથવેટ ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમનારી મહિલા ક્રિકેટર છે, જેણે હવે તેની ક્રિકેટ કારકિર્દીમાં નિવૃતિ જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમની નિવૃત્તિનું કારણ ન તો તેમની ઉંમર છે કે ન તો ફોર્મ. તેના બદલે, કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાં સ્થાન ન મળવાનું કારણ છે.

ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમનાર સેટરથવેટે વર્ષ 2018 અને 2019માં ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તે 145 ODI અને 111 T20 ઈન્ટરનેશનલ રમી ચુકી છે. સેટરથવેટ ન્યૂઝીલેન્ડ માટે વનડેમાં બીજા નંબરની સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં તે સુઝી બેટ્સ પછી આવે છે. જ્યાં સુઝીએ 5000થી વધુ રન બનાવ્યા છે. આ સાથે જ સથાર્થવેટે 4,639 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સંગાકારાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

એમી સેટરથવેટ તેની ODI કારકિર્દીમાં કુલ 7 સદી ફટકારી છે, જેમાંથી તેણે 5 વર્ષ પહેલા એટલે કે 2017માં સતત 4 સદી ફટકારીને શ્રીલંકાના વિકેટ-કીપર બેટ્સમેન કુમાર સંગાકારાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. તે સમય દરમિયાન સેટરથવેટ પણ તેની સતત પાંચમી સદી ફટકારવાની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ તે 15 રનથી ચુકી ગઈ હતી.

સેટરથવેટ કરારમાં નામ ન હોવાથી સંન્યાસ લીધો

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ 2022-23 સીઝન માટે ખેલાડીઓ સાથે થયેલા સેન્ટ્રલ કોન્ટ્રાકટની લિસ્ટ જાહેર કર્યું હતુ, તે લિસ્ટમાં ખેલાડીનું નામ ન હોવાથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ખેલાડીએ સચિનના રેકોર્ડની પણ બરાબરી કરી

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષનું સફર કરનારી સેટરથવેટ એક રોકોર્ડમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ થયા વગર સૌથી વધુ 119 ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ડેવિડ ગાવરના નામ છે, આ મામલામાં 96 ઈગ્સિ રમી બીજા નંબર પર રિચી રિચર્ડસન છે. તે 91 ઈન્ગિસની સાથે સથર્ટવેટે અને સચીન ત્રીજા સ્થાન પર છે.

Next Article