Eng vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

England Cricket : ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી આ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમ તેના નવા ટેસ્ટ કોચ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ રમશે. નિયમિત ટેસ્ટ કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની આ પ્રથમ શ્રેણી હશે.

Eng vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
James Anderson and Stuart Broad (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 5:15 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) ટીમને આવતા મહિનાથી ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) સાથે ટેસ્ટ શ્રેણી (Test Series) રમવાની છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર જોડી સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) અને જેમ્સ એન્ડરસન (James Anderson)ની વાપસી થઈ છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી આ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમ તેના નવા ટેસ્ટ કોચ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ રમશે. નિયમિત ટેસ્ટ કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની આ પ્રથમ શ્રેણી હશે.

ઈંગ્લેન્ડે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes)ના હાથમાં રહેશે. આ ટીમમાં જેમને તક આપવામાં આવી છે એવા મેથ્યુ પોટ્સ અને હેરી બ્રુક નવોદિત છે. તે જ સમયે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી શ્રેણીમાં રમનાર એલેક્સ લીસ, ક્રેગ ઓવરટોન અને જેક લીચને જાળવી રાખવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઈંગ્લેન્ડ ટીમમાં સ્ટુઅર્ટ બ્રોડ અને એન્ડરસનની વાપસી

ઈંગ્લેન્ડના પસંદગીકારોએ ટીમની સૌથી અનુભવી ફાસ્ટ બોલિંગ જોડી બ્રાડ અને એન્ડરસનને સાથે લાવવાનો નિર્ણય કર્યો છે. આ બંનેને થોડા દિવસ પહેલા જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. બહાર થયા બાદ બંનેની કારકિર્દી પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે પસંદગીકારોએ તેમને ફરી એકવાર તક આપીને અનુભવનું સન્માન કર્યું છે.

નવા કોચ અને નવા સુકાનીની શરૂઆત

વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ સતત ટીકાને કારણે જો રૂટે (Joe Root) કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રૂટના નિર્ણયને માન આપીને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની પસંદગી કરી હતી. બીજી તરફ ક્રિસ સિલ્વર વૂડે કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ટીમના નવા ટેસ્ટ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેપ્ટન અને કોચ બંને ટીમ સાથે પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા છે.

પહેલી 2 ટેસ્ટ માચે ઈંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (સુકાની), જોની બેરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીસ, ક્રેગ ઓવરટોન, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">