AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra : જો તમારું નામ નીરજ છે તો અહીં પહોંચી જાઓ, તમને ફ્રી માં સ્ટાઇલિશ હેરકટ કરી આપવામાં આવશે

અંકલેશ્વરમાં પણ સલૂનના સંચાલકે ઓફર આપી છે જેમાં નીરજ નામ ધરાવતા વ્યક્તિને વિનામૂલ્યે હેર કટિંગ કરી આપવામાં આવે છે. લાલુ કુંડે નામના વ્યક્તિનું અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાટર વિસ્તારમાં હેર સલૂન આવેલું છે.

Neeraj Chopra : જો તમારું નામ નીરજ છે તો અહીં પહોંચી જાઓ, તમને ફ્રી માં સ્ટાઇલિશ હેરકટ કરી આપવામાં આવશે
If your name is Neeraj then get here, you will be given a stylish haircut for free
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:57 PM
Share

ભાલા ફેંક(javelin throw)માં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડા(neeraj chopra)એ ગોલ્ડ હાંસલ કરતાં દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.ભરૂચમાં આ ખુશીની પળને ઉજવવા માટે ખાસ સ્કીમો જાહેર થઇ રહી છે. નીરજના સન્માનમાં નીરજ નામની વ્યક્તિઓને વિશેષ લાભ આપવામાં આવી રહ્યા છે.

આજે અંકલેશ્વરમાં પણ સલૂનના સંચાલકે ઓફર આપી છે જેમાં નીરજ નામ ધરાવતા વ્યક્તિને વિનામૂલ્યે હેર કટિંગ કરી આપવામાં આવે છે. લાલુ કુંડે નામના વ્યક્તિનું અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાટર વિસ્તારમાં હેર સલૂન આવેલું છે. નીરજ નામના વ્યક્તિને વિના મૂલ્યે હાર કટિંગની ઓફર અંગે તેઓએ જણાવ્યુ હતું કે ભારતમાં ક્રિકેટ સિવાય પણ ઘણી રમતો છે જેને પ્રોત્સાહન મળવું જોઈએ. નીરજ ચોપડાએ દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું છે આથી પ્રોત્સાહનના ભાગરૂપે આ ઓફર આપવામાં આવી છે. ઓફર અંગેની જાણ થતા જ નીરજ નામના વ્યક્તિઓ હેર કટિંગ કરાવવા પહોંચી રહ્યા છે

ગઈકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપના સંચાલકે પણ નીરજને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાના પેટ્રોલપંપ ઉપર નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.૫૦૧નું પેટ્રોલ મફતમાં ભરી આપવાની જાહેરાત કરી છે.

નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો Tokyo Olympics 2020 માં ભારતને તેનો પહેલો ગોલ્ડ મેડલ નીરજે અપાવ્યો છે. કરોડો દેશવાસીઓની આશા જૈવલિન થ્રોઅર (Javelin thrower) નીરજ ચોપરા (Neeraj Chopra) પર ટકેલી હતી. નીરજ ચોપરાએ 87.58 મીટર દૂર થ્રો ફેકીને એથલેટિક્સમાં ભારતને 100 વર્ષમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.  ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. પોતાની જીત બાદ નીરજે જ્યારે ભારતના ઝંડાને પોતાના હાથમાં ઉઠાવ્યો ત્યારે સમગ્ર દેશવાસીઓ ભાવુક થઇ ગયા હતા.

આ પણ વાંચો :  Neeraj Chopra : હું નીરજ છું તેવી ઓળખ આપો અને 500 રૂપિયાનું નિઃશુલ્ક પેટ્રોલ મેળવો, જાણો શું છે આ મામલો

આ પણ વાંચો : Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">