AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર

હેપીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જોસેફ અનંતરાજુએ જણાવ્યું હતું કે “અમે ચાલુ નાણાકીય વર્ષના આગામી ત્રણ ક્વાર્ટરમાં પ્રત્યેકમાં 300 લોકોને ભરતી કરવાની યોજના બનાવી છે.

Happiest Minds hiring:  આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:54 AM
Share

અગ્રણી  સોફ્ટવેર કંપની હેપીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજી(Happiest Minds hiring) આગામી ત્રણ ક્વાર્ટરમાં 300-300 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના ટોચના મેનેજમેન્ટે આ માહિતી આપી હતી. કંપની છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે.

અશોક સૂટા દ્વારા પ્રમોટ કરવામાં આવેલી 11 વર્ષ જૂની કંપનીમાં જૂન ક્વાર્ટરમાં 14.7 ટકા કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી. આ આંકડાઓની દ્રષ્ટિએ સૌથી મોટી સોફ્ટવેર કંપની TCS ની સંખ્યા સૌથી ઓછી 8.6 ટકા હતી ત્યારબાદ ઇન્ફોસિસ (13.9 ટકા), વિપ્રો (15.5 ટકા) છે.

દરેક ક્વાર્ટરમાં 300 લોકોની ભરતી કરાશે હેપીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જોસેફ અનંતરાજુએ જણાવ્યું હતું કે “અમે ચાલુ નાણાકીય વર્ષના આગામી ત્રણ ક્વાર્ટરમાં પ્રત્યેકમાં 300 લોકોને ભરતી કરવાની યોજના બનાવી છે. 310 નવા લોકોને સામેલ કર્યા પછી જૂન ક્વાર્ટર સુધી અમારું કુલ કાર્યબળ 3,538 હતું અને અમે નાણાકીય વર્ષના દરેક ક્વાર્ટરમાં ભરતીની ગતિ જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ.

શુક્રવારે શેર રૂ1429 પર બંધ થયો હતો હેપ્પીએસ્ટ માઇન્ડ્સનો શેર આ અઠવાડિયે રૂ .1429 ના સ્તર પર બંધ થયો. 52 સપ્તાહની ઉપલી કિંમત 1580 રૂપિયા અને સૌથી નીચો સ્તર 166 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 20,908 કરોડ રૂપિયા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનું ચોખ્ખું વેચાણ 230.41 કરોડ હતું. આમાં 30 ટકાથી વધુનો વધારો થયો હતો. ચોખ્ખો નફો 28 ટકા વધીને 35 કરોડ થયો છે.

ઇશ્યૂ પ્રાઇસ કરતા અનેકગણું વળતર મળ્યું હેપીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીની ઇશ્યૂ કિંમત 165-166 રૂપિયા રાખવામાં આવી હતી. શેર 111 ટકાના પ્રીમિયમ સાથે 351 રૂપિયામાં લિસ્ટેડ હતો. ત્યાર બાદ આ સ્ટોકે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ સ્ટોકે છેલ્લા એક સપ્તાહમાં 5 ટકા, એક મહિનામાં 22 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 313 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો : આજે PM Kisan Samman Nidhi હેઠળ 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે , આ રીતે યાદીમાં તમારું નામ ચકાશો

આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ ખરીદી શકશો સસ્તા ભાવે શુદ્ધ સોનુ, જાણો વિગતવાર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">