AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoniએ તોડ્યુ આ અભિનેત્રીનું દિલ, LIVE મેચમાં જ મોઢું દબાવીને રડવા લાગી, જુઓ-Video

બોલિવુડની આ અભિનેત્રી મહેન્દ્ર સિંહ ધોનીની મોટી ફેન છે પણ મેચ દરમિયાન ધોનીએ કર્યું કઈ એવું કે અભિનેત્રીનું દિલ તૂટી ગયું અને ત્યાં ને ત્યાં મોઢું દબાવીને રડવા લાગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

MS Dhoniએ તોડ્યુ આ અભિનેત્રીનું દિલ, LIVE મેચમાં જ મોઢું દબાવીને રડવા લાગી, જુઓ-Video
CSK ipl match
| Updated on: Apr 26, 2025 | 1:09 PM
Share

IPL 2025 ના 43મી મેચમાં, 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ગઈકાલે હારી ગઈ હતી. ચેન્નાઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એકબીજા સામે મેદાને ઉતર્યા હતા. આ મેચ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે રમાઈ હતી, જ્યાં એક અભિનેત્રી પણ મેચ જોવા પહોંચી હતી. જેમાં તે ચેન્નાઈ ટીમ અને મહેન્દ્ર સિંહ ધોનીને સપોર્ટ કરતી જોવા મળી હતી. જોકે, આ મેચ પણ ચેન્નાઈ માટે સારી નહોતી અને CSKને કારમી હારનો સામનો કરવો પડ્યો.

પોતાની મનપસંદ ટીમને હારતી જોઈને, આ અભિનેત્રી ભાવુક થઈ ગઈ કે તે સ્ટેડિયમમાં જ રડી પડી હતી. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પણ બોલિવુડના ફેમસ એક્ટર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન હતી.

અભિનેત્રીનું દિલ તૂટ્યું

અભિનેત્રી શ્રુતિ હાસન સ્ટાર ક્રિકેટર MS ધોનીની મોટી ફેન છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે માહીને બેટિંગ કરતી જોવા માટે ઉત્સુક હતી. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં CSK કેપ્ટન કંઈ ખાસ કરી ના શક્યા અને માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારે ધોનીને આઉટ થતા શ્રુતિ હાસનનું દિલ તૂટી ગયું, આ પછી તે પોતાનું દુઃખ છુપાવી ના શકી અને રડવા લાગી.

લાઈવ મેચમાં જ્યારે કેમેરાનું ધ્યાન તેની તરફ ગયું ત્યારે તે ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. શ્રુતિ હાસનની આંખોમાં આંસુ હતા. તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેની આંખોમાંથી ટપકતા આંસુ કહી રહ્યા હતા કે તેનું દિલ તૂટી ગયું છે.

ચેન્નાઈને કારમી હારનો સામનો કરવો પડ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 બોલ બાકી રહેતા 5 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો. એસઆરએચએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું અને સીએસકેને ફક્ત 154 રનમાં ઓલઆઉટ કરી દીધું. ચેન્નાઈ તરફથી, યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ ઝડપી 30 રન બનાવ્યા, જ્યારે ડેબ્યુ કરનાર ડેવાલ્ડ બ્રેવિસે 44 રન બનાવ્યા. જોકે, કેપ્ટન ધોની બેટિંગમાં નિષ્ફળ ગયો અને 10 બોલમાં ફક્ત 6 રન બનાવી શક્યો. SRH એ આ નાનો લક્ષ્ય 18.4 ઓવરમાં હાંસલ કર્યો. IPLના ઇતિહાસમાં પહેલીવાર, સનરાઇઝર્સ હૈદરાબાદે ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે.

IPL 2025માં જોરદાર જંગ જોવા મળી રહ્યો છે, જેમાં 5 વખતની ચેમ્પિયન રહેલી ટીમ આ વખતે કારમી હારનો સામનો કરી રહી છે તો કઈ ટીમ ટોપ 5માં છે તે જાણવા અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">