MI vs KKR: કલક્તા મુશ્કેલીઓ વચ્ચે જીત શોધવા અને મુંબઇ ટોચ પર રહેવા જંગ ખેલશે, નરેનના રમવા પર અનિશ્ચિતતા

આક્રમક બેટીંગ અને ડેથ ઓવરમાં ધુંઆધાર બેટીંગ પ્રદર્શન કરવા વાળી મુંબઇ ઇન્ડિયન્સ ની શુક્રવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે મેચ રમાનારી છે. મુંબઇના હાલના પરફોર્મન્સને જોતા જ તે પ્રબળ દાવેદારી સાથે જ જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ કલકત્તાને પણ તેમનો મુખ્ય સ્પિનર સુનિલ નરેન પણ મેચમાં રમી શકશે કે નહી તે સૌથી મોટો […]

MI vs KKR: કલક્તા મુશ્કેલીઓ વચ્ચે જીત શોધવા અને મુંબઇ ટોચ પર રહેવા જંગ ખેલશે, નરેનના રમવા પર અનિશ્ચિતતા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 16, 2020 | 11:59 AM

આક્રમક બેટીંગ અને ડેથ ઓવરમાં ધુંઆધાર બેટીંગ પ્રદર્શન કરવા વાળી મુંબઇ ઇન્ડિયન્સ ની શુક્રવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે મેચ રમાનારી છે. મુંબઇના હાલના પરફોર્મન્સને જોતા જ તે પ્રબળ દાવેદારી સાથે જ જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ કલકત્તાને પણ તેમનો મુખ્ય સ્પિનર સુનિલ નરેન પણ મેચમાં રમી શકશે કે નહી તે સૌથી મોટો સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુંબઇ ઇન્ડિયન્સે પાછળની ચાર મેચોમાં સારુ પ્રદર્શન કર્યુ છે. મુંબઇની અંતિમ ઇલેવન જેમની તેમ જ રહે તેવી જ સંભાવનાઓ સ્વાભાવિક રુપે છે. જેની સામે કલકત્તાની સમસ્યાઓ તો જાણે કે ખતમ થવાનુ નામ નથી લેતી. ગઇ મેચમાં પણ બેંગ્લોર સામે પણ તેણે 82 રનની શરમજનક હારને સહન કરવી પડી હતી.

કલકત્તાના સ્પિનર સુનિલ નરેનની સંદિગ્ધ બોલીંગ એકશન માટે રિપોર્ટ કરવામાં આવી છે. તે આરસીબી સામે મેચમાં નહોતો રમી શક્યો. જેને લઇને હવે કલકત્તા પણ હવે આ મામલામાં ખુબ જ જલ્દી થી નિર્ણય અને સમાધાન શોધી રહી છે. જો નરેન ફરી થી બહાર રહે છે તો, કલકત્તાની મુશ્કેલી વધશે અને મુંબઇની સંભાવનાઓ સરળ બની રહેશે. મેચ શેખ ઝાયદ સ્ટેડીમય ખાતે યોજાવાની છે, જ્યાં કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના બે અર્ધ શતક આજ મેદાન પર કર્યા હતા. આમ પણ તેને કલકત્તા સામે જાણે કે રમવાનુ વધારે પંસદ છે. અગાઉની બંને વચ્ચે યોજાયેલી મેચમાં પણ રોહિતે 80 રન ફટકાર્યા હતા. જેના દ્રારા ટીમને 49 રનની શાનદાર જીત પણ મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોહિત શર્મા ઉપરાંત પણ મુંબઇ ની ટીમમાં ટોચના ક્રમના અન્ય બેટ્સમેન પણ સારા ફોર્મમાં છે. ક્વિન્ટન ડિકોક અને સુર્યકુમાર યાદવ પોતાના સારા પ્રદર્શનને આગળ વધારવા માટે પ્રયાસ કરશે. ઇશાન કિશને પણ બેંગ્લોર સામે 99 રનની રમત દાખવી હતી. જોકે તેણે પોતાની સારી શરુઆતને ક મોટા સ્કોર માં બદલવાની જરુર છે. હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ તેમજ કૃણાલ પંડ્યા પણ તાબડતોબ બેટીંગ કરી રહ્યા છે. આવામાં આ ખેલાડીઓ નરેનની ગેરહાજરીમાં કલકત્તા પર આક્રમણ કરી શકે છે.

બોલીંગના વિભાગમાં પણ મુંબઇની ટીમને લગીરે ફીકર નથી. ટ્રેન્ટ બોલ્ટ ને જસપ્રિત બુમરાહ તેમને શરુઆતમાં જ વિકેટ અપાવી રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલીયાઇ જેમ્સ પૈટિંન્સન તેનો સારો સાથ આપી રહ્યો છે. સ્પિનર રાહુલ ચાહર અને કૃણાલ કલકત્તાના બેટ્સમેનો પર નિયંત્રણ રાખવા પ્રયાસ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કલકત્તા માટે સૌથી વધુ પરેશાની તેના બેટ્સમેનો સતત એકધારી કહી શકાય તેવુ બેટીંગ પ્રદર્શન કરી શકતા નથી. આંદ્રે રસેલ તેના ખરાબ ફોર્મને લઇને પણ ટીમને ચિંતા ઉપજાવી રહ્યો છે. રસેલે સિઝનમાં રમેલી સાત મેચોમાં અત્યાર સુધી માંત્ર 71 રન બનાવ્યા છે. કલકત્તા પાસે એવા પણ કેટલાક બેટ્સમેન છે કે તે કોઇપણ પ્રકારના બોલીંગ આક્રમણના ધજીયા ઉડાવી શકે છે. જેમાં યુવા ખેલાડી શુભમન ગીલ, ઇગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન, નિતિશ રાણા અને કેપ્ટન દિનેશ કાર્તિક જેવા ખેલાડી મહત્વના છે. જોકે તેઓ કેટલીક મેચોને બાદ કરતા મોટીં અને લાંબી ઇનીંગ્સ નથી રમી શક્યા.

કલકત્તાના બોલર્સે પણ કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સની સામે નજીકના અંતરની જીત માટે સારી ભુમીકા નિભાવી ચુક્યા છે. જોકે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં પ્રભાવ દર્શાવી શક્યા નહોતા. કલકત્તા કુલદીપ યાદવને લઇને હવે ત્રીજા બોલરના સ્થાન પર ફરી થી મોકો આપી શકે છે. તેને અગાઉની ત્રણ મેચોમાં મેદાનમાં ઉતાર્યો નહોતો. તે રહસ્યમયી સ્પિનર વરુણ ચક્રવર્તી ના સાથે ઉપયોગી સાબિત થઇ શકે છે.

જોકે આંકડાકીય બાબતોમાં જોઇએ તો કલકત્તા માટે સ્થિતી મુશ્કેલ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી 26 મેચમાં 20 મેચ મુંબઇના પક્ષમાં રહી છે. કલકત્તાને માત્ર છ જીત મળી શકી છે.

મુંબઇ ઇન્ડિયન્સઃ  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">