Gujarati NewsSportsList of indian cricketers who hit a century at lords cricket ground
list of Indian cricketers : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર 9 ભારતીય ખેલાડી વિશે આ છે ખાસ માહિતિ
list of indian cricketers : ક્રિકેટની દ્રષ્ટિએ પણ લોર્ડ્સમાં સદી ફટકારવી એ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. નવ ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારી છે ચાલો એક નજર કરીએ
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર 9 ભારતીય ખેલાડી
Follow Us:
1) વિનુ માંકડ – ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર વિનુ માંકડ લોર્ડ્સ ખાતે સદી ફટકારનાર પ્રથમ ભારતીય હતા. તેણે 1952માં ઇંગ્લેન્ડ સામે શાનદાર 184 રન બનાવ્યા હતા. લોર્ડ્સમાં ભારતીયનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે.
2) દિલીપ વેંગસરકર – લોર્ડ્સમાં ત્રણ ટેસ્ટ સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. વેંગસરકરની પ્રથમ સદી 1979 માં આવી હતી જ્યારે તેણે 295 બોલમાં 103 રન બનાવ્યા હતા. 1982 માં, તેણે 264 બોલમાં 157 ફટકાર્યા, અને 1986 માં, દિલીપ વેંગસારકરે લોર્ડ્સમાં પોતાની ત્રીજી સદી ફટકારી – અણનમ 126.
ગુંડપ્પા વિશ્વનાથ – ભારતના ભૂતપૂર્વ બેટ્સમેને 1979માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લોર્ડ્સમાં 113 રન બનાવ્યા હતા.
4) રવિ શાસ્ત્રી – ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે 1990ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 100 રન બનાવ્યા હતા.
5) મોહમ્મદ અઝહરુદ્દીન – ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને લોર્ડ્સમાં 121 રનની ઈનિંગ રમી હતી. જે 1990ના પ્રવાસમાં પણ રમ્યા હતા.
6) સૌરવ ગાંગુલી – ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ના વર્તમાન પ્રમુખે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં 131 રન ફટકાર્યા હતા.
7) અજીત અગરકર – ભૂતપૂર્વ ભારતીય બોલિંગ ઓલરાઉન્ડરે 2002માં લોર્ડ્સમાં સદી ફટકારી ત્યારે તેના બેટથી પોતાની ક્ષમતા દર્શાવી હતી. અગરકરે 109 રનની અણનમ ઇનિંગ રમી હતી.
8) રાહુલ દ્રવિડ – ભારતના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરોમાંથી એક 2011 ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લોર્ડ્સમાં અણનમ 103 રન બનાવ્યા હતા.
9) અજિંક્ય રહાણે – લોર્ડ્સના ઔતિહાસિક મેદાન પર ટેસ્ટ સદી ફટકારનાર તે તાજેતરનો ભારતીય બેટ્સેમન છે. તેણે 154 બોલમાં 103 રન ફટકાર્યા હતા.