કઈ રીતે થઈ હોકી વર્લ્ડ કપની શરુઆત ? ભારત-પાકિસ્તાનના યુદ્ધ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાણી

આજથી 52 વર્ષ પહેલા વર્ષ 1971માં હોકી વર્લ્ડ કપની શરુઆત થઈ હતી. સવાલ એ થાય કે આ હોકી વર્લ્ડ કપની શરુઆત કઈ રીતે થઈ. ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ વાત આ અહેવાલમાં.

કઈ રીતે થઈ હોકી વર્લ્ડ કપની શરુઆત ? ભારત-પાકિસ્તાનના યુદ્ધ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાણી
Hockey world cup History Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 11:26 PM

વર્ષ 2023ની શરુઆતમાં જ 15મો હોકી વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. 14માં હોકી વર્લ્ડ કપ બાદ સતત બીજીવાર ભારત હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. વર્ષ 2018માં પણ ભારતમાં જ 14માં હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 જાન્યુઆરીથી હોકી વર્લ્ડ કપની શરુઆત થશે. હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 29 જાન્યુઆરીના રોજ રમાશે. દુનિયાના 16 દેશોની હોકી ટીમના 288 ખેલાડીઓ વચ્ચે 17 દિવસમાં 44 મેચ રમાશે.ભુવેન્શ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હોકી વર્લ્ડ કપ 2023ની મેચો રમાશે.

આજથી 52 વર્ષ પહેલા વર્ષ 1971માં હોકી વર્લ્ડ કપની શરુઆત થઈ હતી. વર્ષ 1971માં પહેલીવાર હોકી વર્લ્ડ કપ સ્પેનમાં યોજવામાં આવ્યુ હતુ. સ્પેનના બાર્સિલોનામાં પાકિસ્તાનની હોકી ટીમે યજમાન ટીમ સ્પેનને હરાવીને વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. તે બધા વચ્ચે સવાલ એ થાય કે આ હોકી વર્લ્ડ કપની શરુઆત કઈ રીતે થઈ. ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ વાત આ અહેવાલમાં.

આ રીતે શરુ થયું હોકી વર્લ્ડ કપ

કહેવાય છે કે પાકિસ્તાનના એર માર્શલ નૂર ખાન દ્વારા સૌ પ્રથમ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમણે વર્લ્ડ હોકી પત્રિકાના પહેલા સંપાદક પૈટ્રિક રાઉલીના માધ્યમથી ઈન્ટરનેશનલ હોકી મહાસંઘ સામે પોતાનો વિચાર રજૂ કર્યો હતો. વર્ષ 1969-70માં આ ટુર્નામેન્ટ શરુ કરવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રથમ હોકી વર્લ્ડ કપની યજમાની પાકિસ્તાનને સોંપવાની વાત થઈ પણ ભારત-પાકિસ્તાનના યુદ્ધને કારણે તે શક્ય ન બન્યુ.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

તે સમયે બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તે સમયે વર્ષ 1965 અને 1971માં યુદ્ધ થયુ હતુ. પાકિસ્તાન અને ભારત વચ્ચે ગંભીર મહોલ હોવાથી વર્લ્ડ કપની યજમાની પાકિસ્તાનની જગ્યાએ સ્પેનને મળી હતી. સ્પેનના બાર્સિલોના શહેરમાં હોકી વર્લ્ડ કપની શરુઆત થઈ હતી. આ વર્લ્ડ કપમાં 10 ટીમોને રમવાની પરવાનગી મળી હતી. ભારત અને પાકિસ્તાનની ટીમો પર આ શાંત અને તટસ્થ સ્થળ પર ટુર્નામેન્ટ રમવા માટે રાજી થયા હતા.

વર્ષ 1971માં સ્પેનને હરાવીને પાકિસ્તાનની ટીમે પ્રથમ હોકી વર્લ્ડ કપ જીત્યો હતો. સેમી-ફાઈનલમાં પાકિસ્તાનની ટીમે ભારતની ટીમને હરાવી હતી. કાંસ્ય પદક માટે રમાયેલી મેચમાં કેન્યાને હરાવીને ભારતીય ટીમ પ્રથમ વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">